ફાગણી પૂનમે ચોટીલામાં દર્શનાર્થી ઊમટ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાનાચામુંડા માતાજીના દર્શનનું ખાસ કરીને પૂનમનું ખુબજ મહત્વ છે. ત્યારે હોળી અને ધૂળેટી પર્વ પર ભાવિકો રથ સાથે આવે છે. ત્રણ દિવસ દરમિયાન પચાસ હજ્જાર ઉપરાંત માઇભક્તો માતાના દર્શનનો લહાવો લેશે.

ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર ઉપર પૂનમના દર્શનનું ખુબજ મહત્વ છે ત્યારે શનિ, રવિ તથા ફાગણ સુદ પૂનમ ધુળેટીની સોમવારની જાહેર રજાનો લાભ લઇ હજ્જારો માઇભક્તો ચોટીલા માતાના દર્શનનો લહાવો લેશે. પૂનમ પ્રસંગે હજ્જારો પદયાત્રિકો દ્વારકાધીશના દર્શને જઇ રહ્યાં છે તેઓ ચામુંડા માતાના દર્શન કરીને પોતાની યાત્રા આગળ ધપાવે છે. ચોટીલા ડુંગર તળેટીના વેપારીઓ સહિત હાઇવે ના ધંધાર્થીઓ રવિવાર હુતાસણી તથા સોમવારે ધૂળટીના વ્યસ્ત રહેશે. આથી ધંધાર્થીઓએ અત્યારથી ધંધાના આયોજન શરૂ કરી દીધાં છે. ચોટીલામાં માતાના જયજયકાર અને રથ સાથે પદયાત્રિકો ચામુંડા માતાના દર્શને આવતાં હાઇવે પર જોવાં મળી રહ્યાં છે.

ચોટીલામાં માતાનો જયજયકાર બોલાવતાં પદયાત્રિકો. તસવીર-પંકજશાહ

માતાજીના રથ સાથે પદયાત્રિકોનું આગમન શરૂ થયું

અન્ય સમાચારો પણ છે...