નાની મોરસલ ડેમ પાસેથી 3 મોરના મૃતદેહ મળ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોટીલાતાલુકના નાની મોરસલ ગામા ડેમ નજીક એક ખેતર પાસે ખૂણા નજીક ત્રણ મોરના મૃતદેહ મળી ચકચાર ફેલાઇ છે. મોરના એક સાથે મૃત્યુ કેવી રીતે થઇ શકયા હોય તે અંગે જાતજાતના તર્કવિર્તક શરૂ થયા છે. બનાવની ગંભીરતા લઇને ચોટીલા વનવિભાગે વેટરનરી ડોકર પાસે મૃત મોરના પી.એમ. કરાવ્યા હતાં.

મોરસલ ડેમ નજીકનાં રસ્તા પાસેથી ગભરૂભાઈ શીયાળીયા ટ્રેકટર લઇને નીકળ્યા હતાં. ત્યારે રસ્તામાં એક સાથે ત્રણ મોરનાં મૃતદેહ જોતા તેઓએ હળીયાસરના સરપંચ તેજાભાઈ પાંચાભાઈ શીયાળીયાને જાણ કરી હતી. આથી તેજાભાઈએ ઘટના સ્થળે ધસી આવીને ચોટીલા વન વિભાગને જાણ કરી હતી. ત્યારે ચોટીલા વનવિભાગના ઇન્ચાર્જ આર.એફ.ઓ. મેડાભાઈ ટીમ સાથે આવી ત્રણેય મોરનાં મૃતદેહોનો કબજો લઇ ચોટીલ પશુદવાખાનામાં પી.એમ. માટે મોકલી આપ્યા હતાં. અંગે ઇન્ચાર્જ આર.એફ.ઓ. મેડાભાઈ અને ચોટીલા પશુદવાખાનાના વેટરનરી ડોકટર પી.કે. મોદીએ જણાવ્યું હતું કે, ત્રણેય મોરનાં ગરમીના કારણે મૃત્યુ થયા હોય શકે. પણ તેમ છતાં બનાવ શંકાસ્પદનો લાગે છે જેથી ખાનગી રાહે તપાસ શરૂ કરીશુ. જ્યારે ત્રણેય મોરનાં અગ્નિસંસ્કાર ફોરેસ્ટના રેસ્ટહાઉસ પાછળ વન વિભાગ તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતાં.

મોરના લીવર પર હેમરેજ થયું હતું : પશુ ચિકિત્સક

ચોટીલા વન વિભાગ દ્વારા ત્રણેય મોરનાં મૃતદેહ ચોટીલા પશુ દવાખાનામાં પશુ ચિકિત્સકને પીએમ માટે સોંપ્યા બાદ અને મોરના મૃતદેહના પીએમ થયા બાદ ડોકટરે જણાવ્યા મુજબ ત્રણ બાબત જોવા મળી હતી. જેમાં ત્રણેય મોરનાં લીવર ઉપર હેમરેજ થયુ હતું. ફેફસા ઉપર વધુ લોહી જામી ગયુ હોય તેવી જોવા મળેલ. અને શ્વાસ નળી કાળા લોહીથી ભરાઇ ગયેલ તેમ જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...