ચોટીલામાં ખેડૂતોના દેવા માફ કરવા આવેદન : ભૂખ હડતાળની ચીમકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાતાલુકા ઠાકોર સેના દ્વારા મામલતદાર સી.એસ.ડામોર ને રાજ્ય ના તમામ ખેડૂતો ના દેવા માફ કરવા માટે આવેદન સુપ્રત કરવામાં આવ્યું હતું.આ આવેદન માં જણાંવ્યાં મુજબ ખેડૂતો અનેક સમસ્યા નો સામનો કરી રહ્યાં છે.ખેતરો માં સિંચાઇ માટે પાણી નથી મળતું. પાક ના યોગ્ય ભાવ નથી મળતા. વારંવાર પાક નિષ્ફળ જાય છે.આ સમસ્યા થી ત્રસ્ત ખેડૂતો ના દીકરાઓ શહેરો માં પ્રયાણ કરી રહ્યાં છે.ગામો ખાલી થતાં જાય છે. આવેદન પત્ર માં વિવિધ માંગણી રજુ થઇ હતી.જેમાં પાંચ એકર થી ઓછી જમીન ધરાવતા ખેડૂતો નું સંપૂર્ણ દેવું માફ કરવું. જ્યારે પાંચ એકર થી વધુ જમીન ધરાવતા ખેડૂતો નું રૂ.1 લાખ સુધીના દેવા માફની માંગ કરાઇ છે. જયારે સિંચાઇ માટે મફત પાણી ની વ્યવસ્થા કરવી અને તમામ ખેતર સુધી પાણી પહોંચાડવા, ટેકાના ભાવ નક્કી કરી કાયમી સમિતિની રચના કરવા માંગ કરાઇ છે. ઉપરાંત તા.7 જુલાઇ સુધીમાં જો ખેડૂતો નું દેવું માફ નહીં કરાય તો તા.8 જુલાઇથી ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ભૂખ હડતાલ પર ઉતરશું તેવી ચીમકી અપાઇ છે. આવેદન આપતા સમયે ચોટીલા તાલુકા ઠાકોર સેના પ્રમુખ હિંમતજી ઠાકોર, જિલ્લા પ્રભારી રમેશજી ઠાકોર, હકાજી ઠાકોર, સંજયજી ઠાકોર, જગાજી ઠાકોર સહિત અન્યો હાજર રહ્યાં હતાં.

ખેડૂતોના પ્રશ્નોની વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...