ચોટીલાના નગર તથા ગ્રામ્ય પ્રેરકો 9 માસથી પગાર વંચિત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
15 દિવસમાં પગાર નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન

ચોટીલાતાલુકાના નગર અને ગ્રામ્ય પ્રેરકોને અંદાજે નવ માસથી પગાર થયો નથી.

ચોટીલા તાલુકાના નગર તથા ગ્રામ્ય પ્રેરકોને જુલાઇ 2016 થી 31 મે 2017 સુધીની ફીક્સ પગારથી ફરજ સોંપવામાં આવી હતી. પરંતુ નવ માસ વીતવાં છતાં હજુ સુધી પગાર નહીં થતાં પ્રેરકોમાં રોષ ફેલાયો છે. આથી ગ્રામ્ય પ્રેરકો ભરતભાઇ ઝીંઝુવાડીયા, સંજયભાઇ ઉકેડીયા, ગીતાબેન શંભુભાઇ, સોનલબેન વિપુલભાઇ, વિનુભાઇ વાઘેલા, પ્રભાબેન ખોરાણી, મહેશભાઇ ખાચર, નયનાબેન ખોરાણી, ભરતભાઇ મકવાણા સહિત પચ્ચીસ જેટલાં પ્રેરકોની સહી સાથેનું આવેદન નાયબ મામલતદાર મનુભાઇ ખાચરને અપાયું હતું.

આવેદનમાં જણાંવ્યાં મુંજબ ચોટીલા તાલુકાના નગર અને ગ્રામ્ય પ્રેરકોને ચોટીલા તાલુકા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા તા. 28 જૂન 2016ના પત્રથી સરસ્વતી યાત્રા સાક્ષરતા ભારત કાર્યક્રમ અંતર્ગત નગર અને ગ્રામ્ય પ્રેરક તરીકે 11 માસના કરારના ધોરણે માસિક રૂ.બે હજારના ધોરણે કામગીરી સોંપાઇ હતી.

જેમાં ફીક્સ મહેનતાણા થી તા.1 જૂલાઇ 2016થી તા.31 મે 2017 સુધીના સમય માટે કામગીરી કરવા હુકમ કરવામાં આવેલ હતો. ચોટીલા તાલુકા પંચાયત અને પ્રાથમિક શાળાના આચાર્યો દ્વારા જે પણ કામગીરી સોંપવામાં આવેલ તે કરેલ તેમ છતાં નવ માસ જેટલો સમય થવાં છતાં અમો પ્રેરકો ને પગાર થયેલ નથી. આથી અમારી માંગણી છે કે અમોને માસિક બે હજજાર લેખે આજ રોજ સુધી નો પગાર ચુકવી આપવામાં આવે. આમ છતા દિવસ 15 માં અમારો પગાર નહીં થાયતો નાછુટકે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે.

અન્ય સમાચારો પણ છે...