તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીની સાથે અડપલા કરનારા શિક્ષકની બદલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખતરહાઈવે પરના સહયોગ બિલ્ડીંગમાં આવેલી પે.સેન્ટર શાળા નં-૨(પ્રાથમિક શાળા)નાં મદદનીશ શિક્ષક દ્વારા નાનકડી બાળાનાં શરીરે અડપલાં કરાતાં વાલીઓમાં રોષની લાગણી જોવા મળી હતી. જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષકની તાલુકા ફેરબદલીનો ઓર્ડર કર્યો છે.

લખતર ખાતેનાં સહયોગ બિલ્ડીંગમાં નીચેનાં ભાગે આવેલ સરકારી પ્રાથમિક શાળા પે.સેન્ટર શાળા નં-2માં મદદનીશ શિક્ષક મહેન્દ્રસિંહ જે.ઝાલાએ શાળામાં ભણતી વિધાર્થીનીને અડપલાં કર્યા હતાં. આથી બાળાએ ઘેર જઈ તેનાં વાલીને વાત કરતાં મામલો બિચકયો હતો. પરંતુ શાળાનાં સ્ટાફે વાલીને સમજાવતાં પોલીસ ફરિયાદ થતાં રહી ગઈ હતી. અને લંપટ શિક્ષકને તાલુકા કચેરી દ્વારા લાંબી રજા ઉપર ઉતારી દીધા હતાં. અંગેની ફરિયાદ જિલ્લા કચેરીએ પહોંચતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.સી.પટેલે શિક્ષક મહેન્દ્રસિંહ ઝાલાને તાત્કાલિક અસરથી ચોટીલા તાલુકાનાં ચિરોડા(ભાલ) ખાતે બદલી કરાઇ છે.

લખતર તાલુકાનાં કળમ ગામનાં મહેન્દ્રસિંહ જે.ઝાલા કડુ ગામે ફરજ બજાવતાં હતાં. ત્યારે પણ શાળાની શિક્ષીકા સાથે ઇલુ ઇલુ કરતાં પકડાઈ જતાં તેમની બદલી લખતર ખાતે કરવામાં આવી હતી.

લખતરમાં શાળા નં.2માં ઘટના બની હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો