તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોટીલા થાન રોડ ઉપર સામસામા બાઇક અથડાતાં પાજવાળીના 2 યુવકોના મૃત્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચોટીલાથાન રોડ ઉપર સોમવારે મોડી સાંજે સામસામા બાઇક અથડાતાં પાજવાળી ગામના બે યુવકો ના ઘટના સ્થળ પર કરૂણ મૃત્યું થયાં હતાં.જ્યારે બનાવ માં મરનાર યુવકના મોટાભાઇને પણ ઇજા થતાં રાજકોટ ખસેડવામાં આવેલ હતા.

ચોટીલા થાન રોડ ઉપર સોમવારે મોડી સાંજે બાપા સીતારામની મઢુલી નજીક તાલુકાના અને ચોટીલા થાન રોડ પર આવેલ પાજવાળી ગામના યુવકોના બાઇક સામસામા અથડાતાં ગંભીર અકસ્માતમ સર્જાયો હતો. જેમાં રાહુલભાઇ નથુભાઇ કોરડીયા ઉ.વર્ષ 18 તથા જયંતિભાઇ ધીરાભાઇ સુરેલા ઉ.વર્ષ.30નું ઘટના સ્થળે કરૂણ મૃત્યું થયું હતું. જ્યારે ધમાભાઇ નથુભાઇ કોરડીયા ઉ.વર્ષ28ને ગંભીર ઇજાઓ પહોંચતાં વધુ સારવાર માટે રાજકોટ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતાં ચોટીલા 108ના પાયલોટ મનીશભાઇ પરમાર તથા ઇએમટી હરેશભાઇ ચૌહાણ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં.

જ્યારે અકસ્માત થયેલ ત્રણેય યુવકો થાન કારખાના માં કામ કરતાં હતાં. ત્યારે ધમાભાઇ નથુભાઇ કોરડીયા તેમના નાના ભાઇ રાહુલ સાથે થાન કારખાનામાંથી પરત તેમના ગામ પાજવાળી આવી રહ્યાં હતાં અને જયંતિભાઇ ધીરાભાઇ સુરેલા પાજવાળીથી થાન કારખાનામાં કામ કરવા જઇ રહ્યાં હતાં.

દરમિયાન બાપા સીતારામની મઢુલી પાસે ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં બંન્ને યુવકોના મૃતદેહ ચોટીલા રેફરલ હોસ્પીટલમાં લાવવામાં આવ્યાં હતા. બનાવ અંગે જાણ થતા ચોટીલાના પી.એસ.આઇ. એ.બી.ગોહિલ ટીમ સાથે હોસ્પી.ધસી ગયાં હતાં. જ્યારે મુતક યુવકોના સ્વજનો પણ હોસ્પીટલે ધસી આવતા વાતાવરણ ગમગીન બન્યું હતું. એક ગામના એકસાથે બે યુવાનોના અકસ્માતે કરૂણ મોત થતાં નાના એવા પાજવાળી ગામમાં ઘેરો શોક ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો