તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • તલવાર વડે હુમલો કરનાર બે શખ્સોને પાંચ વર્ષની કેદ

તલવાર વડે હુમલો કરનાર બે શખ્સોને પાંચ વર્ષની કેદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનીિવરવા ગામે રહેતા મંજુબેન સોમાભાઇ ઓળકીયા તથા તેનો પુત્ર અક્ષય પર ગત તા.4/7/2014ના રોજ મોટી િવરવાના પરબતભાઇ માધવભાઇ તેમજ કાળુભાઇ કાનજીભાઇ ઝાપડીયા તલવાર લઇને આવેલા અને માતા-પુત્ર પર જીવલેણ હુમલો કરી નાસી છૂટ્યા હતા. જે બાબતે િવનુભાઇએ બન્ને શખ્સો િવરૂદ્ધ પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આજે બોટાદ એડિશનલ કોર્ટમાં ચાલી જતાં 29 સાક્ષીની જુબાની તેમજ 30 દસ્તાવેજી પુરાવા, સરકારી વકીલ અનોપસિંહ ઝાલાની દલીલોને ધ્યાને રાખી બોટાદ એડી. સેશન્સ જજ એમ.એ. કડીવાલાએ બન્ને આરોપીને તકશીરવાન ઠરાવી પાંચ વર્ષની સાદી કેદની સજાને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો અને દંડ ભરે તો વધુ માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.

નાની િવરવા ગામે દોઢ વર્ષ પૂર્વે જીવલેણ હુમલો થયો હતો

અન્ય સમાચારો પણ છે...