તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વડવિયાળા ગામે દીપડાનો મૃતદેહ મળતા ચકચાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડવિયાળા ગામે દીપડાનો મૃતદેહ મળતા ચકચાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરગઢડાનાંવડવિયાળા ગામે ગોંદરા વિસ્તારમાં પાણીના અવેડાથી થોડે દૂર નાગજીભાઇ ડાયાભાઇનાં ઘરની પાછળનાં ભાગે આઠ માસનાં દીપડાનો મૃતદેહ મળી આવતાં રહીશોએ સરપંચ પાલાભાઇ સાંખટને વાકેફ કરી વન વિભાગને જાણ કરતાં સ્ટાફે સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરી અધિકારીઓને વાકેફ કરતાં તેઓ પણ રહેણાંકીય વિસ્તારમાં દીપડાનો મૃતદેહ મળ્યો તે આશ્વર્યજનક કહેવાય એમ જણાવ્યું હતું. તેમ છતાં તબીબ દ્વારા પીએમ કર્યા બાદ મોતનું કારણ બહાર આવશે. ઉનાનાં ગુંદાળામાં મામદભાઇ ઇસ્માલભાઇ ઉનડનાં ઘરની નજીક બે સિંહ, સિંહણ,સિંહબાળે ધામા નાંખતા લોકોએ માલઢોરને ઘરમાં પુંરી દિધા હતાં. જંગલમાં વન્યપ્રાણીઓને પુરતો ખોરાક મળતો હોવાથી જંગલની બહાર ખોરાક શોધવા નિકળવુ પડે છે .

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો