ગઢડા 600થી વધુ લોકોનું આરોગ્ય નિદાન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢડા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તા.25-2-18ને રવિવારે સવારે 8-30થી 2 દરમિયાન બીએપીએસ મંદિરમાં એક વિના મૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ગઢડા નગર તેમજ આસપાસના અનેક ગામોમાંથી 600થી પણ વધુ દર્દીઓને સારવારની સાથે સાથે જરૂરી દવાઓનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં મોડાસા, બોટાદ અને અમદાવાદથી જનરલ ફિઝીશીયન, બાળરોગ નિષ્ણાંત, ચામડીના રોગના નિષ્ણાંત, સ્ત્રી રોગના નિષ્ણાંત, હાડકાના રોગના નિષ્ણાંત, આંખના રોગના નિષ્ણાંત વગેરે અનેક ડોકટરોએ પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી.

આજના કાર્યક્રમમાં ગઢડાના મામલતદાર ભરતસિંહ મકવાણા પણ ખાસ ઉપસ્થિત રહીને તેઓએ ડોકટરો અને સ્વયંસેવકોની સેવાને હૃદયથી બિરદાવી હતી. આ સર્વરોગ નિદાન કેમ્પને સફળ બનાવવા માટે ગઢડા સારંગપુર મંદિરના સંતોએ તેમજ સ્વયંસેવકોએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.