• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • બોટાદની સાકરિયા મહિલા કોલેજ ખાતે થેલેસેમિયા કેમ્પ

બોટાદની સાકરિયા મહિલા કોલેજ ખાતે થેલેસેમિયા કેમ્પ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | બોટાદ શહેરના પાળીયાદ રોડ સ્થિત વી.એમ. સાકરીયા મહિલા આર્ટસ કોલેજ ખાતે એનએસએસ યુનિટ નં.3ના ઉપક્રમે રેડક્રોસ સોસાયટી અમદાવાદના સહયોગથી થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં બસ્સો જેટલી વિદ્યાર્થિનીઓનુ રકત પરીક્ષણ માટે લેવામાં આવ્યુ હતુ. આ તકે કોલેજના આચાર્ય શારદાબેન પટેલ અને પ્રોગ્રામ ઓફિસર ડો.ગુણવંત વાજાએ થેલેસેમિયા વિશેની માહિતી આપી હતી. આ કેમ્પમાં રેડક્રોસ સોસાયટી બોટાદના કિશોરભાઇ શાહ, પ્રવિણભાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...