• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • બોટાદ હાઈવે પર બે કાર સાથે અથડાતા નીલગાયનું મોત

બોટાદ હાઈવે પર બે કાર સાથે અથડાતા નીલગાયનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા થી બોટાદ વાયા સાળંગપુરથી જતાં રોડ પર તા. 14-7-18 ના રોજ ધોળકાથી સાળંગપુર જતી ઈકો કાર અને અર્ટિગા કાર કે જે બોટાદથી બરવાળા તરફ જઈ રહી હતી.

તે દરમિયાન કુંડળ ગામ નજીક અચાનક જ નીલગાય (રોઝ) રોડ પર ચડી આવતા બંને વાહન ચાલકોએ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા નીલગાય કાર સાથે અથડાય બાદ આ બંને કાર સામે સામે અથડાઈ હતી. જેમાં નીલગાય બંને કાર સાથે અથડાઈ રોડ ઉપર પછડાતા તેનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં બંને કારમાં સવાર મુસાફરો ને સદનસીબે કોઈ ઈજા પહોંચી ન હતી.

અન્ય સમાચારો પણ છે...