• Gujarati News
  • ઢસામાં આખલાએ આતંક મચાવ્યો

ઢસામાં આખલાએ આતંક મચાવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રસનાળ : ગઢડાતાલુકાના ઢસા ગામે હડકાયા કુતરાએ આખલાને બચકુ ભરી જતા આખલાને હડકવા ઉપડતા ગઢડા રોડ પર આવી ચડતા શાળાના બાળકો, સ્થાનિક રહીશો તથા દુકાનના વ્યાપારીઓ તથા તમામ રૂબરૂ હાજર લોકોમાં ડર તથા ગભરાટ ફેલાઇ જવા પામ્યો હતો. આખલાના આતંકના લીધે દોડધામ થઇ જવા પામી હતી. આમછતા ગ્રામજનોએ આખલાનો પીછો કરીને તેને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. આખરે મહા મહેનતે આખલો પકડાઇ જવા પામ્યો હતો. ઢસામાં લાંબા સમયથી રેઢીયાળ પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. રખડતા પશુઓના ત્રાસ પર નિયંત્રણ લાવવા તંત્રની બેદરકારી લોકોમાં ટીકાને પાત્ર બની છે.