તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Botad બોટાદમાં સામાન્ય બોલાચાલીની દાઝ રાખી બે જૂથ વચ્ચે મારામારી

બોટાદમાં સામાન્ય બોલાચાલીની દાઝ રાખી બે જૂથ વચ્ચે મારામારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ શહેરનાં હવેલી ચોક ખાતે અગાઉ થયેલ સામાન્ય બોલાચાલીની દાઝ રાખી ભરવાડ અને કાઠી દરબાર વચ્ચે મારામારી થતા 4 લોકોને ઇજાઓ પહોંચી હતી. આથી બંને પક્ષે સામ-સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ ઘટના બાદ બંને જૂથના લોકોએ તંત્રે શાંતિ રાખવા માટેની અપીલ પણ કરી છે.

બોટાદ જિલ્લાનાં કારિયાણી ગામે રહેતા અને અભ્યાસ કરતા પૃથ્વીરાજભાઈ કનુભાઈ ખાચર (કાઠી દરબાર) ઉં.વ.24 ને આરોપી ભાવેશભાઈ છેલાભાઈ બોળીયા (ભરવાડ) સાથે બે ત્રણ દિવસ પહેલા સામાન્ય બાબતમાં બોલાચાલી થયેલી જેની દાઝ રાખી ગત તા.3 ઓક્ટોબરનાં રાત્રિનાં 9-30 કલાકે શહેરનાં હવેલી ચોક પાસે ભાવેશભાઈ બોળીયાએ પૃથ્વીરાજભાઈ ખાચરને લાકડી વડે માથાના ભાગે માર મારેલ અને આરોપી રોહીતભાઈ સારાભાઈ બોળીયા અને હનુભાઈ લઘરાભાઈ બોળીયા રહે.બાપુનાં બંગલા પાસે બોટાદવાળાએ પૃથ્વીરાજભાઈ ખાચર તથા સાહેદને ઢીકાપાટુનો મારમારી ગાળો આપી એકબીજાને મદદગારી કરી હથિયારબંધીનાં જાહેરનામાનો ભંગ કર્યાની પૃથ્વીરાજભાઈ રાજભાઈ ખાચરએ ત્રણેય વિરૂધ્ધ બોટાદ પોસ્ટે ફરિયાદ નોંધાવેલ છે.ૉ

જ્યારે સામાપક્ષે ભાવેશભાઈ છેલાભાઈ બોળીયા ઉં.વ.19 રહે.બોટાદવાળાએ પૃથ્વીરાજભાઈ કનુભાઈ ખાચર રહે.કારીયાણી, રાજદીપભાઈ અનકુભાઈ ખાચર રહે.કારીયાણી, રાજદીપભાઈ અનકુભાઈ ખાચર રહે.કુંભારા અને શિવરાજભાઈ વલકુભાઈ બોરીચા રહે.બોટાદવાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીને આરોપી પૃથ્વીરાજભાઈ ખાચર સાથે બે ત્રણ દિવસ પહેલા સામાન્ય બાબતમાં બોલાચાલી થયેલ હોય.

જેની દાઝ રાખી પૃથ્વીરાજભાઈ ખાચરએ ફરિયાદીને લાકડી વડે દાઢી ઉપર મારમારી સામાન્ય ઈજા કરેલ તેમજ સાહેદને અંગુઠા ઉપર ઈજા કરેલ તેમજ આરોપી નં.2-3 નાં એ ફરિયાદી તથા સાહેદને ઢીકાપાટુનો મારમારી ગાળો આપી એકબીજાને મદદગારી કરી હથિયારબંધીનાં જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે. આથી બોટાદ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વહેલાલ પંથકમા ખેડૂતોએ ડાંગરની કાપણી શરૂ કરાઇ
જે ખેડુતોએ આગોતર ડાંગર કરી છે એ ખેડુતોની ડાંગર ના છોડ ઉપર ડાંગર ના લોરીયા બેસી ગયા છે. ડાંગર પાકી જતા વહેલાલ પંથકમા ખેડૂતોએ તેની કાપણી શરૂ કરી દીધી છે. પરંતુ ડાંગર તૈયાર થઇ જતા છોડવાનુ વજન વધવાથી અને સાથે સાથે છેલ્લા દિવસોમા આવેલા વાવાજોડા સાથેના વરસાદથી તૈયાર થઇ ગયેલ ડાંગર ના પાક આડો પડી ગયો છે. જેને લઇને મજૂરોને ખાસી એવી મહેનત કરવી પડી રહી છે. વહેલાલ અને તેની પાસેના ઝાક ગામની સીમમા ઔધોગિક એકમો વધતા સ્થાનીક ખેત મજૂરો ઔધોગીક એકમો તરફ વળતા મોટા ખેડુતો સંતરામપુર-ગોધરા દાહોદ થી ખેતમજૂરો લઇ કાપણી કરાવે છે. આ અંગે મોટાખેડૂત પીનાકીનભાઇ આર પટેલ ને પૂછતા જણાવ્યુ કે આગોતર ડાંગર વાવવાથી કાપણી વહેલી કરવી પડે અને બજારમા ડાંગરનો પાક આવ્યો ના હોય જેથી ભાવપણ ઉંચો મળે છે.તસવીર-સમીર પટેલ

વિરમગામની કે બી શાહ સ્કૂલમાં વાલી મંડળની મીટિંગ નિર્ણય
ખુલ્લી ગટરોની સમસ્યા દૂર નહીં કરાય તો વિદ્યાર્થીઓ, વાલીઓ આંદોલન કરશે
ભાસ્કર ન્યૂઝ | વિરમગામ

વિરમગામની કે.બી.શાહ સ્કૂલમાં વાલી મંડળની મીટિંગ યોજાઇ હતી. જેમાં સ્કૂલની નજીક આવેલી ખુલ્લી ગટરોની સમસ્યા નગરપાલિકા દૂર નહીં કરે તો આગામી દિવસેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

બેઠકમાં સ્કૂલની આજુબાજુમાં આવેલી વરસાદી ખુલ્લી ગટરથી સ્કૂલના બાળકો સહિત શિક્ષકોના સ્વાસ્થ બાબત ગંભીર અસર થઇ રહ્યા હોવા અંગે વાલીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં શ્રી કેળવણી મંડળ ટ્રસ્ટ ના પ્રમુખ ચંદુભાઈ પટેલ પ્રિન્સિપાલ અલ્કેશભાઇ દવે દ્વારા નગરપાલિકા, મામલતદાર, પ્રાંત, જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચકક્ષાએ વારંવાર લેખિત અરજીઓ આપેલી હોવા છતાં સમસ્યાનો નિરાકરણ કરાયો નથી. આથી વાલીઓ પોતાના બાળકો સહિત ઉપવાસ આંદોલન કરવા નિર્ણય કર્યો હતો.

અનુસંધાન પાના નં.1 પરનું...

બેઠકમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા.તસવીર-જયદીપ પાઠક

ધોળકામંા વારંવાર વીજ પ્રવાહ ખોરવાતા નગરજનો પરેશાન
ભાસ્કર ન્યૂઝ | ધોળકા

ધોળકાના વિવિધ વિસ્તારોમાં ઘણા સમયથી વારંવાર વીજળી ડુલ થવાના કારણે નગરજનો ત્રસ્ત થઇ ઉઠયા છે. છાશવારે વેરણ થતી વીજળીના પરિણામે તેની વિપરીત અસરો વીજ ઉપકરણ ઉપર પડી રહ્યા છે.

હાલ ભાદરવા મહિનાનો આકરો તાપ અને બફારામાં વીજળી વારંવાર કોઇ કારણસર જે તે વિસ્તારોમંા એકાએક બંધ થઇ જતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે. આ અંગે વીજ પુરવઠા અધિકારીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે વીજ લાઇનોમાં રીપેરીંગ કામ થતું હોવાથી આ ગંભીર સમસ્યા વારંવાર થાય છે. જલદીથી આનો ઉપાય આવે તેવી ગોઠવણ કરવામાં આવશે.

સાણંદના સનાથલ ગામ પાસેની કેનાલમાંથી અજાણી મહિલાની લાશ મળી
ભાસ્કર ન્યૂઝ | સાણંદ

અમદાવાદ જિલ્લામાં આવેલા સાણંદ તાલુકાના સનાથલ ગામ પાસે આવેલ કેનાલમાંથી અજાણ્યી એક સ્ત્રીની લાશ મળી આવતા સાણંદ તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી.

સાણંદ તાલુકાના સનાથલ ગામ પાસે પસાર થતી કેનાલમાં શુક્રવારે બપોરે 1 કલાક આસપાસ કેનાલમાં એક અજાણ્યી સ્ત્રીની લાશ મળી આવી હતી ઘટનાની જાણ સ્થાનિક લોકોને વાયુવેગે થતા ઘટના સ્થળે લોકોના ટોળાઓ એકઠાં થયા હતા આ અંગે ચાંગોદર પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોચીને કેનાલમાંથી લાશ નિકળીને સાણંદ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ માટે ખસેડાઈ હતી અને આ ઘટનાને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગર્લ્સ સ્કૂલ ચોકડી સુધીનો રોડ જોખમરૂપ
બાવળામાં રોડની વચ્ચે ઉભેલા વીજ થાંભલાથી અકસ્માતનો ભય
ભાસ્કર ન્યૂઝ | બાવળા

બાવળા- ધોળકા રોડથી ગર્લ્સ સ્કુલ ચોકડી સુધીના રોડ ને ચાર-પાંચ મહીના પહેલા પહોળો બનાવવામાં આવ્યો છે.આ રોડ બને તે પહેલા આ રોડ ઉપર આવેલા તમામ નડતરરૂપ એટલે રોડની વચ્ચે આવતાં વીજ થાંભલા યુજીવીસીએલ કંપનીએ હટાવી લીધા હતા.પરંતું ગર્લ્સ સ્કુલ ચોકડી ઉપર એક વીજ થાંભલો હટાવ્યા વગર રહી ગયો છે.

આ થાંભલો ચોકડી ઉપરના વળાંક ઉપર જ આવે છે.જેથી વાહન ચાલકોને અને રાહદારી ને તે થાંભલો નડતરરૂપ લાગી રહ્યો છે.અને ગમે ત્યારે વાહન અથડાવવાથી અકસ્માત થવાનો મોટો ભય રહેલો છે. આ બાબતે યુજીવીસીએલ કંપની બાવળાના એન્જિનિયર ખુમાનસિહ પરમારે જણાવ્યું કે, રોડની વચ્ચે સ્થિત આ થાંભલા વિશે મને ખબર નથી પણ ટૂંક સમયમાં તેને હટાવી દેવાશે.

શેરી-મહોલ્લા, પાર્ટી પ્લોટમાં તૈયારી શરૂ
અ.વાદ-બોટાદ જિલ્લામાં ખેલૈયાઓ ભારે ઉત્સાહમાં
અનિચ્છનીય બનાવ રોકવા પોલીસ પણ સતર્ક
ભાસ્કર ન્યૂઝ | અમદાવાદ

નવરાત્રિના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે અમદાવાદ અને બોટાદ જિલ્લામાં આ પર્વને લઇ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગરબાને લઇ જિલ્લાના તમામ શેરી, મોહલ્લા અને પાર્ટી પ્લોટમાં રહીશો દ્વારા મંડળ, લાઇટિંગ સહિતની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખેલૈૈયાઓ પણ તેઓની વેશભૂષા ખરીદવા માટે માર્કેટમાં ઊમટી પડ્યા છે. ગરબાને લગતી કેસેટના વેચાણમાં પણ નોંધપાત્ર રીતે વધારો જોવા મળી રહ્યો છે.

બીજી બાજુ નવરાત્રિ દરમિયાન તસ્કરો, લૂંટારુઓ અને દારૂની બદીને રોકવા માટે પોલીસે પણ કમર કસી લીધી છે. ગરબા દરમિયાન પંથકમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ મથકોને પણ સૂચના આપી હોવાનો આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

20થી 28 ઓક્ટોમ્બર સુધી યાત્રાનંુ આયોજન
દસક્રોઇ તાલુકાનાં 44 ગામમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રચાર માટે એકતા યાત્રા ફરશે
છ ગામોમા જાહેર સભા પણ યોજવામાં આવશે
ભાસ્કર ન્યૂઝ | વહેલાલ

આગામી 31 ઓક્ટોબર એટલે કે સરદાર જયંતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કેવડિયા કોલોની ખાતે તૈયાર થઈ રહેલી વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા એકતા યાત્રા યોજવામાં આવશે. આ યાત્રા ઓક્ટોબર અને નવેમ્બર એમ બે મહીના દરમિયાન ગુજરાતના 10 હજારથી વધુ ગામોમાં ફરશે. જે અંતર્ગત દસક્રોઇ તાલુકાના 44 ગામોમાં આ યાત્રા ફરશે. આ દરમિયાન છ જાહેર સભા પણ યોજવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 20થી 28 ઓક્ટોમ્બર દરમિયાન એકતા યાત્રા રથ દસક્રોઇના ગામોમાં ફરશે. આ માટે રોજની યાત્રાના કોર્ડિનેટર, ગામે ગામના ઇનચાર્જ, કયા ગામોમા સભા યોજાશે ના નામોની યાદી જાહેર કરાઇ છે. વિગતવાર જાહેર કરાયેલા કાર્યક્ર્મ મા સૌ પ્રથમ વાર ગામેગામની વસ્તીના આકડા જાહેર કરાયા છે. યાત્રાના કોર્ડિનેટર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી , ગામે ગામના ઇનચાર્જ તરીકે તલાટીઓના નામ નંબર સાથે યાદી જાહેર કરાઇ છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રચાર માટે નીકળનારી એકતા યાત્રા અંતર્ગત નિબંધ,પ્રશ્નોતરી અને ચર્ચા સ્પર્ધાઓ પણ શાળા કોલેજ કક્ષાએ યોજાશે.જેના માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે. સ્પરધામાં વિજેતાઓને ઇનામ આપવામા આવશે. આથી આ યાત્રાની સફળતા માટે જિલ્લાનાં સરકારી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

રોડની વચ્ચે ઊભેલા થાંભલા અંગે સ્થાનિકો અનેકવાર યુજીવીસીએલ કચેરીએ ફરિયાદ કરી ચૂક્યા છે, છતાં આ થાંભલો હટાવાયો નથી.તસવીર-ભરતસિંહ ઝાલા

દેવ સીમાડીયામાં રવિવારે મહિલા સંમેલન યોજાશે
ભાસ્કર ન્યૂઝ, બાવળા

બાવળા- નળસરોવર રોડ ઉપર આવેલા દેવ સીમાડીયા ખાતે આવેલા રંગીલા હનુમાનજીના મંદિરે તળપદા પટેલ સમાજના ઝાંપ ચોવીસીનું મહીલા સંમેલન 7 તારીખને રવીવારે સવારે દસ વાગે યોજાશે.આ સંમેલનમાં સમાજના શ્રીમંતના રીવાજની, સમૂહ લગ્નમાં નક્કી કરેલા આપવામાં આવતાં ઘરેણા (દાગીના) ચર્ચા કરવામાં આવશે તેમજ ઝાંપ ચોવીસીના મહીલા પ્રમુખ, મંત્રી અને કારોબારી સમીતીની રચના કરવામાં આવશે.તો આ સંમેલનમાં ઝાંપ ચોવીસીની મહીલા ને મોટી સંખ્યામાં હાજર રહેવા ઝાંપ ચોવીસી તળપદા પટેલ સમાજના પ્રમુખ રામજીભાઈ ગફુરભાઈ પટેલ,મહામંત્રી બુધાભાઇ પટેલે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...