તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • જમીનના પ્લોટની નોંધ ગામ નમૂના નં ૬ના પત્રકમાં દાખલ કરવા ઠરાવ

જમીનના પ્લોટની નોંધ ગામ નમૂના નં-૬ના પત્રકમાં દાખલ કરવા ઠરાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધુકા બાર એસોસીયેશન દ્વારા તા. 26ના રોજ સવારના 11 કલાકે બાર રૂમમા એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમા સર્વાનુમતે ઠરાવ કરવામા અવ્યા હતા. જેમાં ધંધુકા મામલતદાર કચેરી ના ઈ-ધરા વિભાગના નાયબ મામલતદાર દ્વારા બીન ખેતીમાં તબદીલ થયેલી જમીનોમાં પાડવામાં આવેલા પ્લોટના રજી. અધાટ વેચાણના દસ્તાવેજોના આધારે તે અંગેની નોંધ ગામ નમુના નં .-6ના હક્ક પત્રકમાં દાખલ કરવામાં આવતી નથી અને નાયબ મામતદાર ઈ- ધરા દ્વારા નોંધ દાખલ નહી કરવા ગલ્લા તલ્લા કરવામાં આવે છે. પક્ષકારો તથા વકીલોને વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે. આ અંગે ધંધુકા મામલતદારને વારંવાર રજુઆતો કરવા છતાં પણ કોઈ પણ પગલાં લેવાયા નથી.

આથી પક્ષકારો અને વકીલોને ખુબ જ હેરાનગતીનો સામનો કરવો પડે છે. હક્ક પત્રકે રેવન્યુ રેકર્ડની આરસી છે.જો સદર પ્લોટોની નોંધ ગામ નમુના નં-6ના હક્ક પત્રકમાં દાખલ કરવામા ન આવે તો પક્ષકારોના માલીકીપણાના હક્કો જોખમાય તેમ એકનો એક પ્લોટ બીજી વખત વેચાય જાય તેવા બનાવો પણ થવા લાગ્યા છે. મળતીયાઓ અને અંગત માણસોની નોંધો પાડી આપવામાં આવે છે. પણ સામાન્ય લોકોની નોંધો માટે જ કોઈ પણ કાયદેસરના કારણ સિવાય રેવન્યુ રેકર્ડમાં દાખલ કરવાની ના પાડવામાં આવે છે. જેથી આ મુશ્કેલીને તાત્કાલિક ઉકેલ લાવવા રજુઆત સર્વાનુમતે કરવામાં આવી છે. અને આ ઠરાવ ધંધુકા ધારાસભ્ય, મામલતદાર અને ડે.કલેક્ટરને પણ આપવામાં આવ્યો છે.

જમીનના પ્લોટની નોંધ ગામ નમુના પત્રકમાં થતી ન હોવાથી એકના એક પ્લોટ બે વાર વેચાયા હોવાના બનાવ પણ પ્રકાશમાં આવ્યા છે. જેથી સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ બાબતે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પગલાં લેવાયા નથી. જેથી બાર એસોએ ઠરાવ કરી તેની નકલ અધિકારીઓને મોકલી હતી.

અન્ય સમાચારો પણ છે...