તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • જમીનના રસ્તા મામલે માર મારનારને બે વર્ષની કેદ

જમીનના રસ્તા મામલે માર મારનારને બે વર્ષની કેદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ માંડવાના શખ્સે બુલેટ બાઇકની ચેન વડે જીવલેણ હુમલો કરી ઇજા પહોંચાડેલ

ગઢડા (સ્વા.)| 26 સપ્ટેમ્બર

ગઢડા(સ્વા.) તાલુકાના માંડવા ગામે ચાર વર્ષ પૂર્વે સીમ જમીનના રસ્તા બાબતે તકરાર મુદ્દે થયેલ ફરિયાદ મામલાનો કેસ આજરોજ ગઢડા કોર્ટમાં ચાલી જતાં આરોપીને બે વર્ષની કેદની સજા ફટકારી હતી.

અંગેની મળતી િવગતો મુજબ માંડવા ગામે રહેતા ફરિયાદી હરેશભાઇ વલ્લભભાઇ જાદવાણી સાથે માંડવાના વલ્લભભાઇ મોહનભાઇ પટેલ દ્વારા સીમ જમીનના રસ્તા બાબતે તકરાર થતાં આરોપીએ ઉશ્કેરાઇ જઇ બુલેટ મોટરસાયકલની ચેન વડે માર મારી માથાના ભાગે ગંભીર ઇજા થવા બાબતે પોલીસ ફરિયાદ ગત તા.37-7-2012ના નોંધાવા પામેલ.

જે બાબતે જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ નોંધાવાતા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જે મુદ્દે ગઢડા સિવિલ કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલ એસ.અેન. ગોહિલની દલીલોને ધ્યાને લઇ િવધ્વાન જજ વી.ડી. વ્યાસ દ્વારા ગુનો માન્ય રાખીને આરોપીને બે વર્ષની સાદી કેદ અને રૂ.3 હજારનો દંડનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...