• Home
  • Saurashtra
  • Latest News
  • Botad
  • Botad - બોટાદથી અણીયાળી તરફના કાચા રસ્તેથી શખ્સ સહિત રૂ, 20,93,552નો દારૂ ઝબ્બે

બોટાદથી અણીયાળી તરફના કાચા રસ્તેથી શખ્સ સહિત રૂ, 20,93,552નો દારૂ ઝબ્બે

સફળતા | ત્રણ વાહનો મળી 33,05,052નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાે

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:45 AM
Botad - બોટાદથી અણીયાળી તરફના કાચા રસ્તેથી શખ્સ સહિત રૂ, 20,93,552નો દારૂ ઝબ્બે
બોટાદ એલ.સી.બી. પોલીસે રવિવારે સવારનાં સમયે બોટાદ પાળિયાદ રોડ ભુમિ વાયર ફેકટરીથી અણીયાળી ગામ તરફ જતા કાચા રસ્તે પડતર જગ્યામાંથી દારૂની હેર ફેર કરતા એક શખ્સને મસમોટા દારૂનાં જથ્થા સાથે પકડી પાડી ત્રણ વાહનો કબ્જે કરેલ છે, જ્યારે અન્ય શખ્સો નાસી જવામાં સફળ રહેલ છે. પાળિયાદ પોલીસે પાંચેય આરોપીઓ વિરૂધ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.

પાળિયાદ પોલીસ અને બોટાદ એલ.સી.બી.ના જણાવ્યા પ્રમાણે, બોટાદ એલ.સી.બી. પોલીસે બાતમી રાહે આજે સવારનાં 9-00 વાગ્યે બોટાદ પાળિયાદ રોડ, ભુમિ વાયર ફેકટરીથી અણીયાળી ગામ તરફ જતા કાચા રસ્તે પડતર જગ્યામાં રેઈડ કરી આરોપી મંગલગીરી હરીગીરી ગોસ્વામી ઉં.વ.37 રહે.મોહનપાર્ક-2 પાછળ, જેતપુર રોડ, ગોંડલ, જિ.રાજકોટ, કુલદીપભાઈ શીવકુભાઈ ઉર્ફે શીવરાજભાઈ ખાચર રહે.બોટાદ તથા હુન્ડાઈ વર્ના ગાડીનો ચાલક, તુફાન ફોર વ્હીલ ગાડીનો ચાલક અને ઈનોવા ગાડીનો ચાલક તથા તેમાં બેસીને નાસી ગયેલ.

તમામ આરોપીઓ ગેર કાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂ બહારથી મોટા જથ્થામાં લાવી તેને નાના વાહનોમાં હેર ફેર કરતા હોય તે દરમિયાન પોલીસે મંગલગીરી હરીગીરી ગોસ્વામીને 180 MLની 5230 નંગ બોટલ રૂ.5,23,200 તેમજ 750 MLની અલગ અલગ બ્રાન્ડની 3543 બોટલો રૂ.14,25,200 અને હેવર્ડસ 5000 બિયર ટીન નંગ-2688 રૂ.1,45,152 તથા આયશર ગાડી નં.GJ-06 YY-9589 કિં રૂ.5,00,000, તુફાન ફોર વ્હીલ ગાડી નં. GJ03 AV-4507 કિં.રૂ.3,00,000 અને હુન્ડાઈ વર્ના ગાડી નં.GJ 05 CN-8182 કિં.રૂ.4,00,000 તેમજ અલગ અલગ કંપનીનાં મોબાઈલ નંગ-5 કિં.રૂ.11,500 મળી કુલ 33,05,052 (તેત્રીસ લાખ પાંચ હજાર અને બાવન) ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે, જ્યારે આરોપી કુલદીપભાઈ શીવકુભાઈ ઉર્ફે શીવરાજભાઈ ખાચર તથા ઈનોવા ગાડીમાં બેસીને નાસી જનાર તેમજ તુફાન ફોર વ્હીલ અને હુન્ડાઈ વર્ના ગાડીના ચાલકો રેઈડ દરમ્યાન નાસી જવામાં સફળ રહેલ.

અણીયાળી તરફ જતા કાચા રસ્તે પડતર જગ્યામાંથી દારૂની હેર ફેર કરતા શખ્સને દારૂનાં જથ્થા સાથે પકડી પાડી ત્રણ વાહનો કબ્જે કરેલ છે.

X
Botad - બોટાદથી અણીયાળી તરફના કાચા રસ્તેથી શખ્સ સહિત રૂ, 20,93,552નો દારૂ ઝબ્બે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App