તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોટાદ પંથકમાંથી 3 ડઝન જુગારી રંગે હાથ ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદના પાળીયાદ રોડ પર પાળીયાદ પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન રેડ પાડી 18 જુગારીઓને રૂપિયા 1,84,630ના મુદ્ામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે ગઢડા રોડ રધુનંદન સોસાયટીમાં જુગાર રમતા 13 શખ્સોને રૂપિયા 18,800ની રોકડ સાથે બોટાદ પોલીસે ઝડપી લીધા હતા. તેમજ બોટાદના રાજપરા ગામે જુગાર રમતા પાંચને રોકડા રૂપિયા 11,030 સાથે પાળીયાદ પોલીસે જુગાર ધારા હેઠળ તમામ શખ્સો સામે ગુનો દાખલ કરી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...