કાપરડીમાં બિનવારસી રેતીનો જથ્થો સિઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢડાતાલુકાના કાપરડી ગામે સિંચાઈ વિભાગ દ્વારા તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી જે તે કોન્ટ્રાક્ટર દ્વારા હાથ ધરવામાં આવેલ છે. દરમિયાન તળાવમાં માટી સાથે મોટાપાયે રહેલી રેતી બારોબાર પગ કરી જવા મુદ્દે ભારે ચકચાર ફેલાવા પામેલ છે. જ્યારે મુદ્દે ગઢડા મામલતદારને જાણ થતા સ્થળ ઉપર પહોંચી આશરે 200 લોડર જેટલી બિનવારસી રેતીનો જથ્થો સિઝ કરી ખાણ અને ખનીજ િવભાગને રિપોર્ટ કરી આપવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. િવસ્તારમાં કાળુભાર ડેમ સાઈટમાંથી ખનીજ ચોરી કરી મોટાપાયે બારોબાર રેતી વેચી મારવામાં આવી રહી છે. ત્યારે પ્રકરણે ચોકસાઈપૂર્વક તપાસ કામગીરી હાથ ધરવામાં આવે તો સરકારને લાખો રૂપિયાનો ધુંબો વહિવટીયાઓ દ્વારા મારવામાં આવ્યો હોવાનું બહાર આવવાની શકયતા જણાઈ રહેલ છે.

અન્ય સમાચારો પણ છે...