તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • ઢસાનાં ગામોનાં 1.55 કરોડના બાકી વીજ બીલ સામે 10.19 લાખ જ ચૂકવાયા

ઢસાનાં ગામોનાં 1.55 કરોડના બાકી વીજ બીલ સામે 10.19 લાખ જ ચૂકવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકામાં આવેલાં ઢસા પેટા વિભાગ કચેરી ખાતે વીજ બિલ માફી મેળો યોજાયો હતો. જેમાં ઢસાના ગામોના 1.55 કરોડથી વધુના બાકી બિલ સામે માત્ર 10.19 લાખ રૂપિયાના જ વીજ બિલની ભરપાઇ અને 35 કોર્ટ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. સૌથી વધુ વીજ બિલ રંધોળા ગ્રામં પંચાયતની લાઇટનું બાકી છે. જ્યારે 6 ગામના લોકો અનિયમિત વીજ બિલની ભરપાઇ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્ય સરકાર તાજેતરમાં જાહેરાત કરાયેલી માફી યોજનામાં 31 મે 2018 કે તે પહેલા કાયમી ધોરણે કપાયેલા હોય તેવા ઘર વપરાશ તેમજ ખેતીવાડીનાં ગ્રાહક, બિન ગ્રાહકને મૂળ રકમનાં 50 ટકા અને વ્યાજમાં 100 ટકા માફી આપવામાં આવે છે. તેમજ જે ગ્રાહકો/બિન ગ્રાહકો સામે કોર્ટમાં દાવાઓ ચાલે છે તેવા ઘર વપરાશ અને ખેતીવાડીનાં ગ્રાહકો/બિન ગ્રાહકોને પણ મુળ રકમનાં 50 ટકા અને વ્યાજમાં 100 ટકા માફી અને વકીલ ફી તેમજ કોર્ટ ફી પણ 100 ટકા માફી આપવામાં આવશે, તેમજ પાવર ચોરીમાં પ્રથમવાર નોંધાયેલ કેસમાં ગ્રાહકો/બિન ગ્રાહકોને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

આ અંગે ઢસા પેટા વિભાગ કચેરીનાં ઈજનેર જી.એન.ચૌહાણે જણાવ્યું કે આ કચેરી હેઠળ 32 ગામો આવે છે. અને આ તમામ ગામોનું કુલ 1,55,51000 રૂપિયાનું વીજ બીલ બાકી છે. જ્યારે વીજ માફી મેળામાં 10.19 લાખની વિજ બીલની રકમની આવક થઈ હતી. આ મેળામાં 60 લોકોએ લાભ લીધો હતો, તેમજ 35 જેટલા કોર્ટ કેસનો નિકાલ કરાયો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સૌથી વધારે વીજ બીલ રંઘોળા ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઈટનું 8,02,156 બીલ બાકી છે, જ્યારે રંઘોળા, લાખાવડ, જલાલપુર, કુંડળ, ઈંગોરાળા, ભંડારીયા સહિતનાં ગામોનાં ગ્રાહકો વીજ બીલનાં નાણાં ભરપાઈ કરવામાં અનિયમિત છે. વિજ બીલ ભરવામાં હડમતીયા, માલપરા, જાળીલા, અનીડા, ગુંદાળા, ઢસા જં., આંકડીયા, નાના ઉમરડા, મોટા ઉમરડા, પ્રહલાદગઢ, લીંબાળા, ચોસલા, પાડાપાણ વિગેરે ગામોનાં ગ્રાહકો રેગ્યુલર વિજ બીલનાં નાણાં ભરપાઈ કરે છે, તેમ જણાવ્યું હતું.

છ ગામનાં લોકો અનિયમિત પોતાના બીલની ભરપાઈ કરે છે
અન્ય સમાચારો પણ છે...