• Home
  • Saurashtra
  • Latest News
  • Botad
  • ભાભીની છેડતી કરનારા દિયરને નીચલી કોર્ટે ફટકારેલી સજા યથાવત

ભાભીની છેડતી કરનારા દિયરને નીચલી કોર્ટે ફટકારેલી સજા યથાવત

બોટાદના હડદડમાં 2011ના ગુનામાં ફાસ્ટ્રેક કોર્ટનો ચુકાદો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:20 AM
ભાભીની છેડતી કરનારા દિયરને નીચલી કોર્ટે ફટકારેલી સજા યથાવત
બોટાદ જિલ્લાનાં હડદડ ગામે ભીભીની છેડતી કરવાનાં ગુન્હામાં દિયર ભરત પીતાંબરભાઈ ઝાપડીયાને બોટાદ જ્યુડીશ્યલ કોર્ટે દોઢ વર્ષની સજા કરી હતી. જે સજા માફ કરવા ભરતે બોટાદ ફાસ્ટટ્રેક કોર્ટમાં અપીલ કરતા કોર્ટે નીચલી કોર્ટનો ચુકાદો માન્ય રાખી સજા યથાવત રાખી હતી.

બનાવની વિગત પ્રમાણે બોટાદ તાલુકાનાં હડદડ ગામે રહેતા શારદાબેન ધીરૂભાઈ ઝાપડીયા (કોળી) 25મી સપ્ટેમ્બર 2011ના રોજ સાંજે 6 પોતાની હડદડ ગામની સીમમાં આવેલ જમીનમાં ખડ નીંદતા હતા. ત્યારે તેનાં દિયર ભરતે શારદાબેનનાં બન્ને હાથ જોરથી પકડી લીધો હતો. શારદાબેનએ હાથ છોડાવવા પોતાનો હાથ ખેંચતા દાતરડું તેના દિયર ભરતને વાગી ગયો હતો. જેથી ભરતભાઈએ ઉશ્કેરાઈ જઈ જેમ ફાવે તેમ ગાળો આપી માર માર્યો હતો.

આની સાથે તેણે ખોટી ફરીયાદ કરવાની ધમકી આપતા શારદાબેને દેકારો કરતા વાડીનાં સામા શેઢેથી શારદાબેનના પતિ, જેઠ અને દેરાણી આવી ગયા હતા. ભરતભાઈ પોતાનું બાઇક મુકીને ત્યાંથી ભાગી ગયાની શારદાબેને 25મી સપ્ટેમ્બર 2011નાં રાત્રે 9 વાગ્યે પાળિયાદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ભરત વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો. આ કેસમાં બોટાદની જ્યુડિશીયલ ફસ્ટ ક્લાસ કોર્ટનાં જજ રોનકબેન શાહે આરોપી ભરતને એક વરસની સાદી કેદની સજા અને રૂપિયા એક હજારનો દંડ અને દંડ ન ભરે તો પંદર દિવસની સાદી સજાનો હુકમ કર્યો હતો.

જેથી ભરતે બોટાદ ફાસ્ટટ્રેક કોર્ટમાં અપીલ કરતા ગુરુવારે બોટાદ ફાસ્ટટ્રેક કોર્ટનાં જજ યુ.એમ.ભટ્ટએ સરકારી વકીલ અનોપસિંહ ઝાલાની દલીલો, પુરાવાને ધ્યાનમાં લઇ જ્યુડીશિયલ કોર્ટનો ચુકાદો માન્ય રાખી સજા યથાવત રાખી હતી.

X
ભાભીની છેડતી કરનારા દિયરને નીચલી કોર્ટે ફટકારેલી સજા યથાવત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App