Home » Saurashtra » Botad » Botad » પાળિયાદના બોડી ગામે ભેખડ પડતાં સગીરાનું મોત

પાળિયાદના બોડી ગામે ભેખડ પડતાં સગીરાનું મોત

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:20 AM

બોટાદ જિલ્લાના પાળીયાદ તાબાના બોડીગામે ભેખડ પડતા સગીરાનું મોત નીપજ્યું હતું. પાળીયાદ પોલીસ સ્ટેશનના...

  • પાળિયાદના બોડી ગામે ભેખડ પડતાં સગીરાનું મોત
    બોટાદ જિલ્લાના પાળીયાદ તાબાના બોડીગામે ભેખડ પડતા સગીરાનું મોત નીપજ્યું હતું.

    પાળીયાદ પોલીસ સ્ટેશનના જણાવ્યાનુસાર બોટાદ જિલ્લાના પાળીયાદ તાબાના બોડીગામે રહેતા દિનેશભાઇ તળશીભાઇ ઝાપડીયાના પત્ની તથા તેમની 16 વર્ષીય દીકરી રેખાબેન ગુરુવારે ઘરે ગાર કરવા માટે ગામના તળાવમાં ગોરમટીની માટી લેવા ગયા હતા. જયાં તળાવના ઊંડા ખાડામાં અંદર ઊતરી માટી ખોદકામ કરતા ભેખડ ઉપરથી નીચે પડતાં રેખાબેન ઝાપડીયાનું દટાઇ જવાથી મોત નિપજયાં અંગે તેના પિતાએ પાળીયાદ પોલીસ સ્ટેશને જાણ કરી છે. મૃતક રેખાબેનની લાશને પાળીયાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending