Divya Bhaskar

Home » Saurashtra » Botad » Botad » ઝમરાળા ગામનાં રાજપૂત શખ્સને ચેક રીટર્ન કેસમાં બે વર્ષની સજા

ઝમરાળા ગામનાં રાજપૂત શખ્સને ચેક રીટર્ન કેસમાં બે વર્ષની સજા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:20 AM

70 હજારની લોનની ભરપાઇ માટે ચેક આપ્યા હતા બોટાદ કોર્ટનો ફરિયાદીને વળતર પેટે1.90 લાખ ચૂકવવા હુકમ

  • ઝમરાળા ગામનાં રાજપૂત શખ્સને ચેક રીટર્ન કેસમાં બે વર્ષની સજા
    બોટાદ કોર્ટે ઝમરાળા ગામના એક શખ્સને ચેક રિટર્ન થતા બે વર્ષની સજા ફટકારી છે.

    બોટાદની પટેલ શ્રોફ એન્ડ કમિશન એજન્ટના નામે રજી.પેઢીનાં ભાગીદાર અને મેનેજર મોહનભાઈ શંકરભાઈ પટેલ પાસેથી બોટાદ તાલુકાનાં ઝમરાળા ગામે રહેતા ડોડીયા ઘનશ્યામભાઈ ફતેસિંહભાઈએ પોતાનાં ધંધા સબબ રૂપિયા 70,000ની લોન લીધો હતો. જે રકમની ભરપાઈ માટે આરોપી ઘનશ્યામભાઈ ડોડીયાએ બોટાદ મર્કન્ટાઈલ બેંકનો તા.2-3-2003 નાં ચેક આપ્યા હતા. જે ચેક રીટર્ન થતા પેઢીનાં ભાગીદાર અને મેનેજર મોહનભાઈ પટેલએ ઘનશ્યામભાઈ ડોડીયા વિરૂદ્ધ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબ બોટાદ કોર્ટમાં ફોજદારી કેસ.નં.940/2003 થી ફરીયાદ દાખલ કરેલ જે કેસ આજે બોટાદ જ્યુડીશ્યલ ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ન્યાયમુર્તિ આર.એસ.સીંગલએ મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા અને ફરીયાદીનાં વકીલ આર.સી.પ્રજાપતિની દલીલો અને હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટનાં ચુકાદાને રજુ કરતા હાલમાં આર્થિક ગુનાનું પ્રમાણ વધતુ જાય છે. તેથી આવા ગુનાઓને હળવાશથી લેવામાં આવે તો સમગ્ર અર્થતંત્ર કથળી જાય અને આર્થિક વ્યવહારો કરતા વ્યાપારીઓમાં અવિશ્વાસનું પ્રમાણ વધે અને તેના કારણે બેન્કીંગ વ્યવસ્થાને પણ નુકશાન થાય જેથી કોર્ટે આરોપી ઘનશ્યામભાઈ ડોડીયાને નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટની કલમ-138 મુજબ દોષિત ઠરાવી બે વરસની સાદી કેદની સજા તથા ક્રીમીનલ પ્રોસીઝરની કલમ-357(3) મુજબ આરોપીએ ફરીયાદીને વળતર પેટે 1,90,000 ચુકવી આપવાનો હુકમ કરતા આવા ગુન્હા કરવાવાળા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending