Divya Bhaskar

Home » Saurashtra » Botad » Botad » રાજ્યની ગ્રા. પંચાયતોમાં કોમ્પ્યુટર સાહસિકોને કાયમી કરવાની માગ

રાજ્યની ગ્રા. પંચાયતોમાં કોમ્પ્યુટર સાહસિકોને કાયમી કરવાની માગ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:20 AM

VCEની જગ્યા પર ઓપરેટરો હાલ ફરજ બજાવી રહ્યા છે

  • રાજ્યની ગ્રા. પંચાયતોમાં કોમ્પ્યુટર સાહસિકોને કાયમી કરવાની માગ
    સરકાર દ્વારા ઈ-ગ્રામ યોજનાં હેઠળ રાજ્યનાં 13700 અને તેથી વધુ ગામડાઓમાં ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ ગુજરાતની તમામ ગ્રામ પંચાયતો ખાતે તમામ સુવિધા મળી રહે તે માટે કોમ્પ્યુટર સાહસિકો (ઓપરેટરો) વી.સી.ઈ.ની છેલ્લા અગિયાર વરસથી નિમણુંક કરેલ છે અને છેવાડાનાં નાનામાં નાના નાગરીકની બધીજ ઉપયોગી સરકારી સુવિધા જેવી કે જન્મનાં દાખલા, જી.ઈ.બી. બીલ સ્વીકારવા, 7/12, 8-અ નાં ઉતારા, ગ્રામ પંચાયતને લગતી સેવાઓ જેવી કે, આવક, જાતી, રહીશ, ચાલ ચલગત કામકાજ કરી રહેલ છે તેમજ ઉપરોક્ત જગ્યા પર 40 ટકા જેટલી સંખ્યામાં બહેનોની ભરતી કરેલ છે.

    ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો (ઓપરેટરો)ને અન્ય સરકારી કર્મચારી જેવા પગાર ધોરણો અને લાભો મળતા ન હોય ફક્ત કમીશન મળતું હોય આ અંગે કાયમી સરકારી કર્મચારી તરીકે નિમણુંક આપવા તેમજ પગાર ધોરણ મંજુર કરવા રજુઆત કરેલ છે. ઈગ્રામ કેન્દ્રમાં બંધ કરેલ પી.ડી.એસ.ની સર્વિસ ફરી ચાલુ કરવી મામલતદાર કચેરીથી મળતી એ.ટી.વી.ટી.ની સેવાઓ દરેક ગ્રામ પંચાયત કચેરીઓમાં વી.સી.ઈ.નાં યુઝરથી ચાલુ કરાય, 7/12, 8-અની સ્ટેશનરી નિયમીત સ્કેનીંગનું કામ બહાર એજન્સીને અપાય છે તેમજ આઈ ખેડુત પોર્ટલમાં તમામ કામગીરી વી.સી.ઈ. ને યુઝર આઈ.ડી. થી થવી જોઈએ. હાલ અમારા કુટુંબ બાળકોનું ભણતર મેડીકલ, ખર્ચ વિગેરે ધ્યાને લેતા મોંઘવારીનાં સંદર્ભમાં રજુઆતો વિચારણા હેઠળ લેવા બોટાદ જિલ્લા વી.સી.ઈ. મંડળ દ્વારા એક રેલી યોજી ડી.ડી.ઓને લેખિત રજુઆત કરેલ છે.

    સરકાર ઇ ગ્રામ યોજના હેઠળ કાર્ય કરતા ઓપરેટરો દ્વારા વિવિધ પ્રશ્નો મુદ્દે બોટાદમાં પ્રતિકાત્મક રેલી કાઢવામાં આવી હતી.તસવીર-ગૌરાંગ વસાણી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending