બોટાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા જાહેરનામું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ બી.વી.લીંબાસીયાએ એક જાહેરનામા દ્વારા બોટાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને ટ્રાફિક્ના નિયંત્રણ માટે વાહનોના આવાગમન તેમજ વાહનોના પાર્કિંગ માટે એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામાં જણાવ્‍યા પ્રમાણે બોટાદ શહેરમાં સાળંગપુર રોડથી પાળીયાદ તરફ જતા વાહનોને ફક્ત સાળંગપુર ચાર રસ્તાથી ગોંડલ પાન પેલેસ થી મસ્તરામ મંદિર સતવારા બોર્ડીંગ થઈ કાબા રૂપાની વાડીથી વકીલ પેટ્રોલપંપ સામેથી પાળીયાદ રોડ ઉપર પ્રવેશ કરવાનો રહેશે. તેવી જ રીતે પાળીયાદ તરફથી સાળંગપુર જતાં વાહનોને હવેલી ચોકથી મોબાઈલ બજાર, મહિલા મંડળ રોડ - કરમશી ભવાન કિરાણા સ્ટોરથી સાળંગપુર ચાર રસ્તા થઈ સાળંગપુર રોડ પર પ્રવેશ કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...