• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • બોટાદ અને ગઢડામાં રથયાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ

બોટાદ અને ગઢડામાં રથયાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ અને ગઢડા ખાતે અષાઢી બીજે નિકળનારી રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે રથયાત્રાના સુચારૂ આયોજન અને અમલીકરણ અર્થે બોટાદ જિલ્લા કલેકટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લામાં રથયાત્રાના દિવસે કે ત્યારબાદ કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો - વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ઉપસ્થિત સંતો મહંતો તથા પોલીસ વિભાગ સહિતના સબંધિત વિભાગના અધિકારીઓને અનુરોધ કરતાં કલેકટરએ જણાવ્યું હતુ કે, રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેની સાથો સાથ રથયાત્રાના રૂટની સાથે સમગ્ર વિસ્તારોમાં રથયાત્રા પહેલા અને પછી સ્વચ્છતા જળવાય તે જરૂરી છે. 14મી જૂલાઈને શનિવારના રોજ ગિરનારી આશ્રમ, જગન્નાથ મંદિર, બોટાદ ખાતેથી સવારના 8 કલાકથી આ રથયાત્રાનો પ્રારંભ થશે જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી બપોરના 3 કલાકે પૂર્ણ થશે. જ્યારે અંબાજી ચોક, ગઢડા ખાતેથી બપોરના ૨.૩૦ કલાકે પ્રારંભ થનારી રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મોડી સાંજે પૂર્ણ થશે. જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં રથયાત્રા સંદર્ભે એસ. ટી. બસના વૈકલ્પિક રૂટ, રથયાત્રાના રૂટમાં આવતા સ્થળોએ વીજળીના તારનું તથા રસ્તાઓનુ સમારકામ, પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક ડાયવર્ટ તેમજ પીવાના પાણી સહિતની આનુસાંગિક વ્યવસ્થાઓ બાબતે સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પોલિસ અધિક્ષક, નિવાસી અધિક કલેકટર બી. વી. લીંબાસીયા સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ તથા બોટાદ અને ગઢડા સહિતના જિલ્લાના સંતો મહંતો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...