તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • જિલ્લામાં મંજૂર થવા છતાં નાના મોટા 37 ચેકડેમો ન બાંધી શકાયા

જિલ્લામાં મંજૂર થવા છતાં નાના મોટા 37 ચેકડેમો ન બાંધી શકાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર જિલ્લામાં ઉનાળા દરમિયાન જળાશયો ઉંડા ઉતારવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી, પરંતુ જળ સિંચન માટે ચિંતાનો વિષય બન્યો છે સિંચાઇ તંત્રની બેદરકારીના લીધે ભાવનગર િજલ્લામાં નાના મોટા 37 ચેકડેમો બાંધવામાં તંત્ર નિષ્ફળ ગયંુ છે, આ ચેકડેમ નિયત સમયે બંધાયા હોત તો હજારો ગેલન પાણીનુ જળ સિંચન થઇ શક્યુ હોત, પણ તંત્ર તેમા નિષ્ફળ ગયંુ છે.

ભાવનગરમાં સિંચાઇ ખાતાની યોજના વર્તંુળ કચેરી ત્રણ થી ચાર જિલ્લાની વડી કચેરી છે, જે બહુમાળી ભવનમાં બેસે છે, પણ જે કામને ગતિ મળવી જોઇએ તે મળતી નથી, તેવી રાવ ઉઠી રહી છે. ભાવનગરમાં સમયસર ડેમોના કામો થતા નથી. સને. 2018 પહેલા મંજુર થયેલા ચેકડેમોના કામો સમયસર થયા નથી. સિંચાઇ તંત્ર ધારે તો ચેકડેમોના કામો થઇ શકે, પણ તંત્રની ઇચ્છા શક્તિના અભાવ હોય ચેકડેમોના કામો સમયસર થયા નથી. ચેકડેમો બંધાવાથી જળ સિંચનમાં મોટા પાયે અસર પડે તેમ છે, ચોમાસામાં ચેકડેમોના લીધે આસપાસના વિસ્તારોને પણ લાભ થઇ શકે, પરંતુ તંત્રએ આગોતરૂ આયોજન કરાયુ હોય તો કામો સમયસર થયા હોત. આ મામલે તંત્ર દ્વારા અપુરતા સ્ટાફનંુ બહાનુ ધરવામાં આવી રહ્યંુ છે.

નોંધનિય છે કે, ભાવનગરમાં સિંચાઇની મુખ્ય કચેરી છે, ભાવનગર, બોટાદ અને અમરેલી િજલ્લામાં નાના મોટા 99 ચેકડેમો બાંધવાના હતા, જેના માટે રાજ્ય સરકારે રૂ. 4 કરોડનંુ બજેટ પણ ફાળવ્યુ હતંુ, છતા સમયસર કામો થયા નથી.

અન્ય સમાચારો પણ છે...