તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં ઠેર-ઠેર વડ સાવિત્રી વ્રતની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ત્રીઓને સૌભાગ્ય આપનારું, પતિના દીર્ધ આયુષ્યની કામના કરનારું વ્રત એટલે વડ સાવિત્રી. વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવનો વાસ છે. એટલે ‌‌‌‌‌‌‌વડની નીચે બેસીને વ્રત પૂજન કરવાથી કે કથા સાંભળવાથી મનોકામના પૂરી થાય છે. અમદાવાદ જિલ્લાના વિવિધ ગામોમાં વ્રતની ઉજવણી કરાઈ હતી. વહેલાલમાં બ્રહ્માણી તળાવ કિનારે આવેલા વડ નીચે બેસી બ્રાહ્મણ નીલેશભાઇ પંડ્યાના માર્ગદર્શન હેઠળ વડ સાવિત્રી નિમિત્તે પૂજા કરવામાં આવી હતી. વડને ફળ-ફૂલ ચઢાવી તેની ચારે બાજુ કાચો દોરો લપેટી વડની સાત કે અગિયાર પરિક્રમા કરવામાં આવે છે. વડ સાવિત્રી પર્વની બોટાદ, અમદાવાદ જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...