• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • સુર્યા ગાર્ડન પાસેથી વિદેશી દારૂની બોટલો સાથે બે ઝબ્બે

સુર્યા ગાર્ડન પાસેથી વિદેશી દારૂની બોટલો સાથે બે ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ પોલીસે પાળિયાદ રોડના સુર્યા ગાર્ડન પાસેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બે શખ્સોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસનાં જણાવ્યા પ્રમાણે બોટાદ પી.આઈ. જે.એમ.સોલંકી તથા બોટાદ સર્વેલન્સ ટીમનાં પી.એસ.આઈ. આર.કે.પ્રજાપતિ તથા સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતા. ત્યારે શહેરનાં પાળિયાદ રોડ, સુર્યાગાર્ડન પાસેથી હસરતભાઈ ભરતભાઈ ખાચર (ઉં.વ.20, રહે.કાનિયાડ, જિ.બોટાદ) અને અજયભાઈ ધીરૂભાઈ ખાચર (રહે.સુંદરીયાણા, તા.રાણપુરવાળા)ને રોકી તેમની પાસેથી વિદેશી દારૂની 29 બોટલ મળી 41,600 નાં મુદ્દામાલ કબજે કર્યો હતો. આથી પોલીસ બંને આરોપીની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...