• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • બોટાદ જિલ્લાનાં ખેડૂતોની જમીન માપણીમાં છબરડાથી ભારે રોષ

બોટાદ જિલ્લાનાં ખેડૂતોની જમીન માપણીમાં છબરડાથી ભારે રોષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ સીસ્ટમથી જમીનોની માપણી કરાવવામાં આવતા બોટાદ જિલ્લાનાં ખેડુતોની જમીન માપણીમાં તેમજ સર્વે નંબરોમાં અને જમીન વધઘટનાં છબરડાથી ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જિલ્લાનાં ખેડુતોની જમીન માપણીમાં મોટા પાયે ગેરરીતી તથા નિયમ મુજબ માપણી કરવામાં આવી નથી. માપણી સમયે ખેડુતોને બોલાવવામાં આવતા નથી.

જે પ્રમોલગેશન થયેલ છે તે ખોટા સર્વે મુજબ માપણી હોય રીમાપણી કરી પ્રમોલગેશન રદ કરવા તેમજ ઘણા ગામોમાં ઈ ધરા કેન્દ્ર શરૂ નથી અને જ્યાં શરૂ છે ત્યાં 7-12 8-અ ની નકલ મળતી નથી અને હક્ક પત્રક માટે તાલુકા મથકે જવું પડે છે. રેવન્યુ તલાટીને ચાર ગામ કે આઠ ગામ હોય છે જે ગામડે આવતા નથી જેથી ખેડુતો મુશ્કેલી અનુભવે છે. નવા ગામનાં પ્રમોલગેશન થયા પછી નવી ખેતીવાડી બુક આપવી, ગામની જમીન મહેસુલ માફ થયેલ છે છતાં પણ એફ.એલ. શિક્ષણ ઉપકર જેવા ટેક્ષ લેવામાં આવે છે. તે માફ કરવા. ગામનાં ખેડુતોને વીજ કનેક્શન સમયે પ્રમોલગેશન થી 7-12, 8-અ હક્ક પત્રક માંગવામાં આવે છે તે મુજબ વીજ કનેક્શન આપવામાં આવે. ખેડુતોની જમીન માપણી ફ્રી માં થાય અને માપણી સીટની નકલ તુરત જ મળે તેવી વ્યવસ્થા કરવી. ખેડુત ખાતેદારની જમીન હોય તે વેચાણ, વારસાઈ, વહેંચણી ખેડુત કરે તો 35 દિવસમાં નિવેડો લાવવો અને રેવન્યુ તલાટી રૂબરૂ નોટીસ બજવે છે તે બંધ કરી ટપાલથી બજવણીની વ્યવસ્થા કરવા ખેડુત પુત્ર તરીકે જમીન ખાતે ચડાવવામાં મંજુર કરવા કાતે કરવામાં વિલંબ રકે છે અથવા ભ્રષ્ટાચારને પોષે છે.

અનુસંધાન પાના નં. 3 પર...

અન્ય સમાચારો પણ છે...