VHP બોટાદ પ્રખંડનાં હોદ્દેદારોની નિમણંૂક કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ બોટાદ પ્રખંડની બેઠક યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં ધર્મ પ્રચાર ઉપાધ્યક્ષ પ્રકાશભાઈ પનારા, ભાવનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદનાં મહામંત્રી રસિકભાઈ કણઝરીયા જિલ્લા સહ સંગઠન મંત્રી ભુપતભાઈ બારૈયા જિલ્લાનાં કોષાધ્યક્ષ હરિહરભાઈ જોષી સહિતનાની અગ્રણીઓ હાજર હતા. બેઠકમાં સંગઠનની નવ રચના કરાઇ હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ પ્રખંડનાં પ્રમુખ તરીકે મોન્ટુભાઈ માળી, ઉપાધ્યક્ષ તરીકે જનકભાઈ સરવૈયા, સહમંત્રી અશ્વિનભાઈ પરમાર તેમજ બજરંગદળ સંયોજક મહેશભાઈ કણઝરીયા, સહ સંયોજક જીગ્નેશભાઈ પુરોહિત, માનવભાઈ વાળાની વરણી કરાઈ હતી

અન્ય સમાચારો પણ છે...