તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Botad નડિયાદની કોર્ટે સગીરાની છેડતી કરવા બદલ 3 વર્ષની સજા ફટકારી

નડિયાદની કોર્ટે સગીરાની છેડતી કરવા બદલ 3 વર્ષની સજા ફટકારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ ખાતે રહેતો પરિવાર બોટાદથી- મુંબઇ તરફ જઇ રહ્યો હતો તે સમયે નડિયાદ નજીક ટ્રેનમાં એક શખ્સે પરિવારની 11 વર્ષિય સગીરાની છેડતી કરી, તેની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસ ગુરૂવારે નડિયાદની સ્પે. સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને 3 વર્ષની સખત કેદની સજા અને રૂ.5000 ના દંડનો હુકમ કર્યો હતો.

મુંબઇના અંધેરી ખાતે રહેતો પરિવાર તા.10-9-2017 ના રોજ પોતાના સંબંધી સાથે ભાવનગર - બાન્દ્રા એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઇ તરફ જઇ રહ્યો હતો. રાત્રે 8.15 વાગે બોટાદથી ઉપડેલી ટ્રેન 11-9-17 ના રોજ રાત્રિના 12.35 વાગે નડિયાદ રેલ્વે સ્ટેશને આવી હતી.

આ સમયે હરેશ ગોવિંદભાઇ સોલંકી (રહે.ચકલાસી ભાગોળ, સી.જી.ફાઇનાન્સ કંપનીની સામે, ડાકોર રોડ, નડિયાદ) દારૂ પીધેલી હાલતમાં ટ્રેનના કોચ નંબર એસ - 6 માં ગયો હતો. સીટ ઉપર સૂતેલી 11 વર્ષની માસુમ બાળકી પાસે જઇને હરેશે તેણીના કપડાં અસ્તવ્યસ્ત કરી, તેણીને બળજબરીપૂર્વક ચુંબન કરતાં, સગીરા હેબતાઇ ગઇ હતી. જાતીય સતામણી કરનાર હરેશને પકડી લઇને નડિયાદ રેલ્વે પોલીસને સોંપી, તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ કેસ ગુરૂવારે ખેડા જિલ્લાની સ્પેશ્યલ સેસન્સ કોર્ટમાં સ્પે. સેસન્સ જજ એમ.એ.કડીવાલાની કોર્ટમાં ચાલી જતાં, સરકારી વકીલ ધવલ આર.બારોટની દલીલોને, દસ્તાવેજી પુરાવાઓને અને મૌખિક પુરાવાઓને ધ્યાને લઇ, ન્યાયાધીશ એમ.એ.કડીવાલાએ આરોપી હરેશ ગોવિંદભાઇ સોલંકીને પોકસોના ગંભીર ગુનામાં 1 વર્ષની કેદની સજા અને રૂ. 5000 નો દંડ અને દંડ ન ભરે તો વધુ 2 માસની સાદી કેદની સજા, તેમજ સ્પે. પોક્સોની કલમ 7-8 મુજબના ગુનામાં 3 વર્ષની સખત કેદની સજા અને રૂ.5 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.

સમાજમાં દાખલો બેસાડવા કડક સજા જરૂરી
સરકારી વકીલ ધવલ આર.બારોટે કોર્ટમાં દલીલ કરી હતી કે, સમાજ વિરોધી ગુનાઓ દિવસે દિવસે વધી રહ્યા છે, ત્યારે આવા આરોપીને સખત સજા કરી સમાજમાં દાખલો બેસાડવો જરૂરી છે.

11 વર્ષની બાળકીની છેડતી કરી હતી
આરોપી હરેશ દારૂના નશામાં સગીરાની શારીરિક છેડતી કરી હતી. સગીરા આ કૃત્યથી હેબતાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...