• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • બોટાદમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ

બોટાદમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ જિલ્લામાં મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મહિલા સશકિતકરણના વિષયોને આવરી લેતી શિબિરો, સેમિનારો યોજાઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 6ઠ્ઠી ઓગસ્ટના રોજ બાપા સીતારામની મઢૂલીની બાજુમાં, બોડી ખાતે મહિલા કૃષિ દિવસની ઉજવણી કરાઇ હતી. જ્યારે આજે આદર્શ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, હડદડ ખાતે મહિલા શિક્ષણ દિવસની ઉજવણી, 8મી ઓગસ્ટે જુની નગરપાલિકા કચેરી, શાકમાર્કેટ, બોટાદ ખાતે મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી, 9મીઓગસ્ટે એલ. જે. ગર્લ્સ હાઈસ્કુલ, બોટાદ ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી, 10મી ઓગસ્ટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શ.આ.કેન્દ્ર ખાતે મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસની ઉજવણી કરાશે.

11મી ઓગસ્ટે ક્લેકટર કચેરી, મિંટિગ હોલ, જિલ્લા સેવા સદન, ખસ રોડ ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી, 12મી ઓગસ્ટે આદર્શ શૈક્ષણિક સંકુલ, હડદડ ખાતે મહિલા અને કાનૂની જાગૃતિ દિવસની ઉજવણી, 13મી ઓગસ્ટે હનુમાનજી મંદિર, શંકરપરા, ખસ રોડ ખાતે શ્રમજીવી મહિલા દિવસની ઉજવણી, 14મી ઓગસ્ટે કે.જી.પી.વી. શાળા જાળીલા ખાતે મહિલા શારીરિક સૌષ્ઠવ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે.

અન્ય સમાચારો પણ છે...