• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • તાલુકા પંચાયતના મહિલા જૂનીયર કલાર્કનું અપહરણ

તાલુકા પંચાયતના મહિલા જૂનીયર કલાર્કનું અપહરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલભીપુરતાલુકા પંચાયતમા જુનીયર કલાર્ક તરીકે ફરજ બજાવતા મહિલાને તેમના પતિ તેમજ સાસરીયા વચ્ચે મનદુખ ચાલતું હોય અને પહેલા મહીલાએ તેના સાસરીયા વિરૂધ્ધ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન જુનીયર કલાર્કનું અપહરણ થતા તે અંગે વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામા આવી છે.

પોલીસ સૂત્રોમાંથી બનાવની મળતી વિગતો મુજબ વલભીપુર તાલુકા પંચાયતમા જુનીયર કલાર્ક તરીકે ફરજ બજાવતા આશાબેન જયસુખભાઇ જાવરા ને તેમના પતિ તેમજ સાસરીયા વચ્ચે મનદુખ ચાલતું હોય પહૈલા ભોગ બનનાર આશાબેને તેના સાસરીયા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

દરમિયાન ગઇ કાલે તેમના પતિ અને કામના આરોપી જયસુખભાઇ ઘનશ્યામભાઇ જાદવરા તથા સસરા ઘનશ્યામભાઇ નાથાભાઇ જાદવરા (રહે.તમામ તુરખા રોડ,બોટાદ )વાળાઓ આશાબેનને તાલુકા પંચાયતના રોડ પરથી બળજબરી પૂર્વક કારમાં બેસાડી અપહરણ કરીને લઇ ગયાની આશાબેનના ભાઇ ચેતનભાઇ જશમતભાઇ સાંકળીયાએ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મહિલાએ પતિ તથા બોટાદના સાસરીયા વિરુધ્ધ નોંધાવેલ ફરિયાદ પણ કારણભુત

વલભીપુર ખાતે ફરિયાદ નોંધાવાઇ

અન્ય સમાચારો પણ છે...