• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • બોટાદમાં આઘેડને ધમકી આપતાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ

બોટાદમાં આઘેડને ધમકી આપતાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ શહેરનાં મેઘાણીનગર ખાતે રહેતા મુકેશભાઈની ઈકો ગાડી નં.GJ.33B 1455ની આશરે દોઢેક મહિના પહેલા સળગી ગઇ હતી. જેમાં તુરખા રોડ, મોરારીનગર ખાતે રહેતા ઘનશ્યામભાઈ નાથાભાઈ સતવારા ઉં.વ.49નું નામ લખાવ્યું હોવાની દાઝ રાખી મંગળવારે બપોરનાં શહેરનાં તુરખા રોડ મરચાની ખળી પાસે 1-45 કલાકે મુકેશભાઈ જીવણભાઈ હડીયલ, અશોકભાઈ જીવણભાઈ હડીયલ અને લલીતાબેન મુકેશભાઈ હડીયલએ ઘનશ્યામભાઈ સતવારાને લોખંડની પાઈપ તથા લાકડી વડે માથામાં માર મારી ગંભીર ઈજા કરી ડાબા પગે ફેક્ચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની બોટાદ પોલીસ સ્ટેશનમાં ઘનશ્યામભાઈએ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...