બોટાદમાં કોલેજની પ્રવેશ સમિતિ રચાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | ચાલુ વર્ષ મેડીકલ ડેન્ટલ કોલેજમાં પ્રવેશ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરનાં તા.4-5-18 નાં સુધારા પ્રવેશ નિયમો અન્વયે ગુજરાત રાજ્યનો ડોમીસાઈલ હોય અને તેને પ્રવેશ આપવા સંદર્ભે પ્રવેશ સમિતિ ખાતે અરજી કરેલ વિદ્યાર્થીઓનાં ડોમીસાઈલ ચકાસણીની કામગીરી માટે જિલ્લા કક્ષાએ સમિતિની રચના કરવામાં આવેલ છે. આથી તા.16 જુલાઈ 2018 નાં સાંજે 4-00 વાગ્યે પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર-2 ની કચેરી કેલક્ટર ઓપિસ, પહેલો માળ, જિલ્લા સેવાસદન, ખસ રોડ, બોટાદ ખાતે ડોમીસાઈલ સર્ટીફીકેટ વેરીફીકેશન માટે ધો.1 થી 12ની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, લાઈટબીલ, મ્યુનિસીપલ ટેક્ષ બીલ/આધારકાર્ડ/ડ્રાઈવીંગ લાયસન્સ આ તમામ આધારોની અસલ (જેની હોય તે) અને ઝેરોક્ષ નકલ સમિતિ સમક્ષ ફરજીયાત રજુ કરવા જિલ્લામાં સબંધિત વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...