• Gujarati News
  • ભાણવડમાં વેપારીનો પત્ની વિયોગમાં આપઘાત

ભાણવડમાં વેપારીનો પત્ની વિયોગમાં આપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં લોહાણા વેપારીએ પ‚ી વિયોગમાં પોતાની દુકાનમાં જ બપોરના સુમારે ગળાફાંસો ખાઇ આપધાત કરી લેતા ચકચાર સાથે ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.
શહેરમાં શિવમ પાર્ક જેવા પોશ વિસ્તારમાં વસવાટ કરતા લોહાણા જયપ્રકાશ જમનાદાસ કોટેચા (ઉ.વ.૩૨) નામના યુવા વેપારીએ પોતાની દરબારગઢ પાસે મેઇન બજારમાં આવેલી દુકાનમાં બપોરે ત્રણેક વાગ્યાના સુમારે ઉપર છતમાં હુક સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજયુ હતુ. આપધાત કરી લેનારા લોહાણા વેપારી જયપ્રકાશ જમનાદાસ મેઇન બજારમાં કાપડ અને રેડી મેઇડની દુકાન ચલાવતા હતા,પોલીસસુત્રોમાંથ્ી મળતી વિગત અનુસાર મરનાર જયપ્રકાશની પ‚ીએ આજથી ત્રણેક વર્ષ પહેલા કોઇ કારણોસર આપધાત કર્યોહતો.
ત્યારથી લોહાણા વેપારી જયપ્રકાશ કોટેચા બેચેની સાથે ગમગીન રહેતો હતો.આથી તેને પોતાની દુકાનમાં આજે બપોરે ત્રણેક કલાક વાગ્યાના સુમારે ગળાફાંસો ખાઇ આપધાત કર્યોહતો.
પોલીસને બનાવની જાણ થતા એ.એસ.આઇ. જે.કે. જાડેજા અને સ્ટાફે વેપારીની દુકાને પહોચી લાશને નીચે ઉતારી હતી અને પોષ્ટમોર્ટમ માટે હોસ્પીટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.