તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાણવડના કાલાવડમાં 40 વર્ષથી સામાજિક હેતુ માટે ચાલતી કાનગોપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાસ્ત્રોક્તજીવન મુજબ મનુષ્ય જીવન સજીવોમાંનુ સર્વશ્રેષ્ઠ જીવન માનવામાં આવે છે.અને મનુષ્ય જીવન દરમિયાન દરેક મનુષ્યને અન્ય આધારીત સજીવોની સેવા કરી જીવન સાર્થક કરવા અનેક કાર્યો કરવામાં આવતા હોય છે.

જેથી શાસ્ત્રોક્ત જીવનને સાર્થક કરવા ભાણવડના કાલાવડ ગામના 50 સેવભાવી કાર્યકરો દ્વારા સામાજિક હેતુ માટે કાનગોપી ચાલી રહી છે.

ભાણવડના કાલાવડ ગામમાં મેરામણ સીદા ગાગલિયા તેમજ તેમના ભાઇ ગોવા સીદા ગાગલિયા દ્વારા સામાજિક પ્રવૃત્તિની જ્યોત આશરે 40 વર્ષથી ચલાવામાં આવી રહી છે.40 વર્ષ પૂર્વ બન્નેના સંયોગથી સામાજિક હેતુ માટે ભાવના માટે આધ્યાત્મિક કાનગોપી રાસલીલા મંડળીનું સર્જન કરવામાં આવ્યું હતું.

સામાજિક હેતુ માટે સમગ્ર ગ્રામજનો પણ સાંપડતા ગયા અને ગામના ઉત્સાહી કાર્યકરો દ્વારા કાનગોપીમાં વિવિધ પાત્રોની ભૂમિકા ભજવી અને સામાજિક સેવાનો અનુગામી વારસો નિશ્વાર્થ ભાવે તેમજ ગૌસેવાના લાભાર્થે તેમજ સામાજિક હેતુ સાથે 40 વર્ષથી આજે પણ પરંપરા જાળવી રાખી છે.

હાલમાં મંડળીમાં કાર્યકરોની ફોજ વધી જતા તેમજ લોકોની રૂચી અને માગને સંતોષવા માટે અને સમાજ સેવાનું વધુ લોકો પાસેથી યોગદાન મેળવવા મંડળીને નાની તેમજ મોટી એમ બે ભાગમાં ફાળવવામાં આવી છે.

મંડળીઓમાં હાલ સમાજસેવા કાર્યકરો નિશ્વાર્થભાવે વિવિધ પાત્રો ભજવી રહ્યા છે. જેમાં નાની મંડળીમાં મુખ્ય કાર્યકર્તા તરીકે હાલ રણમલ ધના વારોતરીયા તેમજ મોટી મંડળીમાં મુખ્ય કાર્યકર્તા તરીકે જેશા નારણ વારોતરીયા તન-મન અને ધનથી ફરજ બજાવી રહ્યા છે.

સૌરાષ્ટ્ર ભરમાં કાનગોપી મંડળી દ્વારા રસપાન કરાવીને 25 લાખથી 1 કરોડ સુધીનો ફાળો સેવાઅર્થે મેળવાઇ રહ્યો છે.અત્યાર સુધીમાં અંદાજીત 500 જેટલા રાસલીલાના સફળતાપુર્વક કાર્યક્રમો યોજાઇ ચુક્યા છે.

ગુજરાતની બહાર નાથદ્વારા તેમજ મહારાષ્ટ્રમાં પણ રાસલીલા ભજવી ચુક્યા છે. કાનગોપીના માધ્યમથી સમાજ સેવા કરી અને મનુષ્ય જીવનને સાર્થક કરવાની નેમ સાથે છેલ્લા 40 વર્ષથી 2 પેઢીથી મંડળી સમાજની રાહબર બની છે.

કાલાવડના કાર્યકર્તાઓ દ્વારા ચાલતી કાનગોપીમાં એકત્રીત ફંડ કન્યાકેણવળી તેમજ ગામની ગૌસેવાના અર્થે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે.તેમજ મામેરૂ જેવી હકારાત્મક પ્રવૃતિ પણ કરવામાં આવી રહી છે.તેમજ ક્યારેક સ્વખર્ચે પણ દાન આપી મંડળીએ સમાજમાં નવો ચીલો ચાતર્યો છે.

ફંડ કન્યા કેળવણી, ગૌસેવામાં ઉપયોગમાં લેવાય છે

અન્ય સમાચારો પણ છે...