કિલેશ્વર, આભાપર, ઘૂમલીને પર્યટન તરીકે વિકસાવવા માગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડવિસ્તારમાં આવેલા બરડા પંથકમાં કિલેશ્વર, ઘૂમલી તેમજ આભાપર ડુંગરની તળેટીમાં આવેલા ઐતિહાસિક સ્થળોની મુલાકાતે હજારો પર્યટકો સમયે સમયે આવે છે ત્યારે તમામ સ્થળોનો સ્પેશિયલ ગ્રાન્ટમાંથી રાષ્ટ્રીયકક્ષાનો વિકાસ થાય અને જાળવણી થાય તેવી માગ લોકોએ ઉઠાવી છે.

રાજ્ય તેમજ કેન્દ્ર સરકારે પર્યટનના વિકાસ માટે વિવિધ યોજનાઓ જાહેર કરી છે. પર્યટનના વિકાસ દ્વારા જે તે વિસ્તારને રાષ્ટ્રીયકક્ષાની ક્ષિતિ સુધી લઇ જવાની વિકાસલક્ષી પહેલ કરી છે.રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીયના પર્યટકોને તરફ આકર્ષવા માટે વિવિધ સ્થળોને રાજ્ય તેમજ કેન્દ્રકક્ષાએથી પર્યટન સ્થળ તરીકે જાહેર કરાયા છે.

તેમને સ્પેશિયલ કેટેગરી દ્વારા ગ્રાન્ટ ફાળવી ઇતિહાસની ધરોહરને આવનારી પેઢીઓ માટે અમૂલ્ય સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા અનેક યોજનાઓ આપી છે. તે અંતર્ગત પર્યટન વર્ષ જાહેર કરી અને સરકારની મહત્તમ ગ્રાન્ટને પર્યટન સ્થળોના વિકાસ માટે ઉપયોગમાં લેવાતી રહી છે.

પર્યટનનો મુખ્ય હેતુ ઐતિહાસિક ધરોહરને સાંસ્કૃતિક વારસા તરીકે તેમનું ભાવનાત્મક રીતે જતન કરવું અને તે હેતુ સાથે વિવિધ વિસ્તારોના આર્થિક હિતને જાળવવા સરકારે અસરકારક પગલાં લેવા અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પર્યટકો માટે આકર્ષણ ઊભું કરી અને આર્થિક હુંડિયામણ દ્વારા વિકાસનું માધ્યમ કાર્યરીત કરવાનો છે.

ભાણવડ વિસ્તારમાં આવેલા બરડા પંથકમાંની ધાર્મિક તેમજ ઐતિહાસિક મૂલ્યો તરીકે ઉપરોકત સ્થળોનો સમાવેશ કરી અને પર્યટકોને જરૂરી સવલતો પૂરી પાડવા સ્પેશિયલ ગ્રાન્ટ દ્વારા દર્શાવેલ સ્થળોનો રાષ્ટ્રીયકક્ષાનો વિકાસ થાય તેવા શુભ હેતુથી ભાણવડ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સબંધિત તંત્રને પત્ર લખી અને પર્યટન જાહેર કરવાની હેતુલક્ષી માગ કરી છે.

ખાસ ગ્રાન્ટ દ્વારા રાષ્ટ્રીયકક્ષાનો વિકાસ કરવા ભાણવડના લોકોની પ્રબળ ઇચ્છા

અન્ય સમાચારો પણ છે...