ભાણવડ પાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ 24 માંથી 16 બેઠક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાણવડ પાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ 24 માંથી 16 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થતાં સતત પાંચમી વખત કેસરિયો છવાયો છે.ભાજપ શાસીત પાલિકામાં પ્રમુખ તરીકે જયોત્સનાબેન સાગઠીયા અને ઉપપ્રમુખ તરીકે દલવાડી કીશોરભાઇ ખાણધરની સર્વાનુમતે વરણી કરાઇ હતી.ચૂંટણી દરમ્યાન ભાજપના 16 ચૂંટાયેલા ઉમેદવારો હાજર રહ્યા હતાં અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણીની કાર્યવાહી સંપન્ન થઇ હતી.અત્રે નોંધનીય છે કે,ભાણવડ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાં સ્થાનિક નેતૃત્વનો અભાવ અને ટીકીટ ફાળવણીમાં અસંતોષથી આંતરિક વિખવાદનો સીધો ફાયદો ભાજપને મળતાં પાલિકામાં પુન: ભાજપનું શાસન આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...