તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાણવડ તાલુકામાં દૈનિક પાણી વિતરણ માટે ઠરાવ પાસ કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાણવડવિસ્તારમાં છેલ્લા 2 દસકાથી પાણીની વિતરણ વ્યવસ્થાનાં ભોગે પ્રજાજનો પારાવાર મુશ્કેલી વેઠી રહયા છે ત્યારે સતાધીશો દ્વારા પાણી વિતરણ સમસ્યાનાં નિરાકરણ માટે પ્રયત્ન હાથ ધરાયા છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા ઘણાં સમયથી ભાણવડ વિસ્તારમાં સ્થાનિક રહીશોની સંખ્યા વધી જવાથી સમગ્ર શહેરમાં 50 વર્ષ પૂર્વેની ઝોન પધ્ધતિ દ્વારા અમલી વિતરણ વ્યવસ્થામાં સુધારો અનિવાર્ય પણે જરૂરી બન્યો છે અને નળ કનેકશનો વધવાથી ઝોન પધ્ધતિ સંપૂર્ણ નિષ્ફળ પામી રહી છે અને 130 ઝોનને પાણી પુરૂ પાડવા માટે આશરે અઠવાડીયા જેટલો સમય લાગતો હતો.

જયારે ભાણવડના મહતમ વિસ્તારને ઇન્દ્રશ્વર સાગરમાંથી દૈનિક જરૂરીયાતનું પાણી મળી રહે તે માટે ઇન્દ્બેશ્વર મંદિરથી ભાણવડ સુધીની 3 કીમીની પાણીની પાઇપ લાઇન 35 લાખના ખર્ચે નાખવાનું ભાણવડ નગરપાલિકા જનરલ બોર્ડમાં સર્વાનુમતે ઠરાવ થઇ ચુકયો છે અને િજલ્લા આયોજનમાંથી મંજુર કરાયું છે અને ટુંક સમયમાં કામ શરૂ થનાર છે.

ઇન્દ્રેશ્વર મંદિરથી ભાણવડ સેવા સદન સુધીની પાણીની પાઇપ લાઇન નાખી અને સમ્પ દ્વારા ભાણવડનાં મહત્મ અને લગત વિસ્તારને એકાંતરા પાણી મળી રહે તેવી યોજનાની પ્રજાજનો દ્વારા કાગડોળે રાહ જોવાઇ રહી છે.

3 Km પાણીની લાઇન 35 લાખના ખર્ચે નખાશે

નળ કનેકશનો વધતા ઝોન પધ્ધતિ નિષ્ફળ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો