• Gujarati News
  • ભાણવડમાં ગરબીની 750 બાળાઓને પ્રસાદ

ભાણવડમાં ગરબીની 750 બાળાઓને પ્રસાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
^ શહેરની તમામ ગરબીઓ માટે આયોજન થયું

ભાસ્કરન્યૂઝ. ભાણવડ

ભાણવડમાંલોહાણા સેવાભાવી વૈષ્ણવ વેપારી પરીવાર દ્વારા શહેરની તમામ ગરબી મળી કુલ 750 બાળાઓને જમાડવાનો કાર્યક્રમના આયોજકનું તકે શાલથી સન્માન કરાયુ હતું.

ભાણવડમાં વસવાટ કરતાં લોહાણા વેપારી વિજયભાઇ રતીલાલ લાખાણી પરીવાર દ્વારા વિસ્તારમાં પોતાના આર્થિક સહયોગ વડે એક જરૂરી એવા સેવા કાર્યો થઇ રહયાં છે, તેવી રીતે ગરબી મંડળની બાળાઓને જમાડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂર્વે સમુહમાં માતાજીની આરતી કરવામાં આવી હતી, પ્રસંગે ખેતસીભાઇ ઘેલાણીએ સેવાભાવી વેપારી પરીવાર દ્વારા ચાલતા વિવિધ સેવા યજ્ઞને બીરદાવ્યો હતો. અન્ય આગેવાનોમાં નગરપાલીકા પ્રમુખ જીતુભાઇ, મુળજીભાઇ, ભાવેશભાઇ, સુનીલભાઇ પતાણી, પ્રહલાદભાઇ, જયેશભાઇ, કૈલાસભાઇ હીન્ડોચા, અતુલભાઇ પતાણી વગેરે ઉપસ્થીત રહ્યા હતાં.