તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાણવડમાં રમતનું મેદાન વિકાસ ઝંખે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડતાલુકામાં વર્ષોથી રમતગમતના મેદાની કોઇ સુવિધા હોવાથી અવાર-નવાર રજૂઆત કરવામા઼ આવે છે, પાંચ વર્ષથી ઘેટાં ઉછેર કેન્દ્રના ઉછીના ગ્રાઉન્ડની સુવિધા પણ છીનવાઇ ગઇ છે, તેને કારણે ભાણવડના રમતગમત પ્રેમીઓમાં રોષ ફેલાયો છે ભાણવડમાં કાર્યરત ભાણવડ સિટી સ્પોર્ટસ એન્ડ સોશ્યલ કલબ દ્વારા સ્પોર્ટસ ગ્રાઉન્ડ આપવા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, તેને અનુસંધાને મ્યુનિ. હસ્તકની જમીન રમતગમત માટે અનામત રાખવા હુકમ કર્યો હતો. મેદાનની જાળવણી અને વિકાસની જવાબદારી નગરપાલિકા અને સિટી સર્વે કચેરીને સોંપેલી છે. છતાં નગરપાલીકા જગ્યાના વિકાસમાં ઢીલીનીતિ દાખવી રહી છે. મેદાન માટે ફાળવવામાં આવેલી જમીન અસમતલ અને ઉબડખાબડ છે.

5 વર્ષથી ઘેટાં ઉછેર કેન્દ્રના ઉછીના ગ્રાઉન્ડની સુવિધા પણ છીનવાઇ

અન્ય સમાચારો પણ છે...