તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરડા પંથકમાં થતી ખનીજ ચોરીનો મુદ્દામાલ જેમનો તેમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાણવડતાલુકામાં બરડા પંથકમાં ખનીજ ચોરી ફુલી ફાલી રહી છે. ત્યારે ખનીજચોરી ઉપર તંત્રની તવાઇ દરમિયાન પકડાયેલી બિનવારસું ચકરડીઓનો ભંગાર સરકાર દ્વારા હરરાજી કરાય તો લાખો રૂપિયા ઉપજી શકે તેમ છે.

બરડા વિસ્તારમાં છેલ્લા 2 દસકાથી બિલ્ડિંગ રો મટિરિયલ સ્વરૂપે પથ્થરનો વિપુલ જથ્થો આવેલો છે. ખાણોમાંથી અપવાદરૂપ લીઝવાળી હોય મહત્તમ ખાણો બિન કાયદેસર સ્વરૂપે કાર્યરત છે. જયારે પથ્થર ચોરીને રોકવા રાજય ખાણ ખનીજ વિભાગ દ્વારા અવાર-નવાર તપાસ કરીને અને ખનીજચોરોની બિનવારસું ચકરડીઓ જપ્ત કરવામાં આવતી હોય છે. સરકારી રેડ દરમિયાન ખનીજચોરો પોતાનો મુદ્દામાલ રેઢો મુકી અને પકડાઇ જવાની બીકે પલાયન થતા હોય છે. જયારે છેલ્લા 15 વર્ષથી જમા થયેલા અને કરોડોની કિંમત અંકાય તેવી 500થી વધારે ચકરડીઓ મુદ્દામાલ સ્વરૂપે તાલુકા સેવાસદન પાસે સડી રહી છે. જો મુદ્દામાલને સરકાર દ્વારા હરરાજી કરવામાં આવે તો કિંમતી લાેખંડના ભંગારમાંથી લાખો રૂપિયા ઉપજી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો