તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાણવડ તાલુકાના મેદાનના પડતર પ્રશ્નની સમીક્ષા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાણવડતાલુકામાં વર્ષોથી રમત-ગમત મેદાનની પડતર માંગણી માટે સુચિત મુદ્દાની નોંધ લેવામાં આવતા રમતવીરોમાં આશાનો એક સંચાર ઉભો થયો છે. છેલ્લા ત્રણ દસકાથી રમતવીરોને સ્વતંત્ર મેદાન મળે તે હેતુથી તંત્રને રજુઆત કરાઇ રહી હતી. જેથી યુવા ભાજપ દ્વારા સરકારને રજુઆત કરાઇ હતી. ત્યારે રાજય સરકાર દ્વારા યુવા શકિતને ખીલવતા રમત-ગમત માધ્યમને રાષ્ટ્રીય કક્ષા સુધી લઇ જવા ખેલ મહાકુંભનાં પરંપરાગત આયોજનો થતા હોવા છતાં પણ ભાણવડ તાલુકાનાં રમતવીરોની મેદાનની માંગણી હજુ સુધી સફળ રહી નથી. અંગે હાલની નગરપાલિકા ભાજપ બોડી દ્વારા રમત-ગમતના મુદાને ચુંટણી ઢંઢેરામાં આવરી લઇ અને રમતવીરોને મેદાન આપવા અંગે ચુંટણી ઢંઢારામાં ઉલ્લેખ કરી અને યુવા મતદારોને ભાજપ તરફી આકર્ષવામાં સફળ રહયા બાદ હાલની નગરપાલિકા બોડીનો કાર્યકાળ છેલ્લા તબકકામાં હોય જેથી રમતવીરોએ ચુંટણી ઢંઢારામાં આવેલું વચન યાદ કરાવી માંગણીને પુન:દોહરાવી છે અને વર્તમાન બોડી પાસે રમત-ગમત મેદાન અંગેની યોગ્ય અપેક્ષાને જીવંત કરી છે. જયારે નગરપાલિકા યુવા પ્રમુખ દ્વારા રમતવીરોનાં મેદાન અંગે સક્રિયતા દાખવાશે તેવી આશા સેવાઇ રહી છે.

પાલિકા પ્રમુખ દ્વારા સક્રિયતા દાખવાઇ, અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો