ભાણવડમાં ગોવર્ધનનાથની હવેલીમાં મનોરથ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડમાંવ્રજભૂમિ સોસાયટીમાં નવનિર્મિત ગોવર્ધનનાથજી હવેલીમાં તા. 8ના ફૂલફાગ મનોરથનો અલૌકિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વૈષ્ણવાચાર્ય જય વલ્લભરાય મહોદય ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતાં. કાર્યક્રમને લઇને હવેલી સહિતના વિસ્તારોને શણગારાયા હતાં. ગોર્વધનનાથજી હવેલીમાં શ્રીમદ્દ આચાર્ય ચરણ વલ્લભાચાર્યજી સહિત પોરબંદર હવેલીનાં ગોવિંદરાયજી મહારાજ તથા હરીરાય મહારાજની કૃપા અને આજ્ઞા લીધા બાદ ગોર્વધન નાથજી હવેલી ટ્રસ્ટનાં આગેવાનોએ ફુલફાગ મનોરથ કાર્યક્રમને આખરી ઓપ આપી હતી. કાર્યક્રમમાં સાંજે વૈષ્ણવાચાર્ય જય વલ્લભરાય મહાેદય સાથે હજારો વૈષ્ણવોએ હોરી રશિયા કાર્યક્રમમાં કિર્તનની રમઝટ બોલાવી હતી.

મોટી સંખ્યામાં વૈષ્ણવોએ કીર્તન સહિતના કાર્યક્રમોનો લાભ લીધો

અન્ય સમાચારો પણ છે...