• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • Bhanvad
  • ભાણવડ ભાણવડશહેરમાં અતિ પ્રાચિન ગણાતાં ભીડભંજન મહાદેવ મંદિર તથા હર્ષદ

ભાણવડ ભાણવડશહેરમાં અતિ પ્રાચિન ગણાતાં ભીડભંજન મહાદેવ મંદિર તથા હર્ષદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડ ભાણવડશહેરમાં અતિ પ્રાચિન ગણાતાં ભીડભંજન મહાદેવ મંદિર તથા હર્ષદ માતાજી મંદિરનો તાજેતરમાં પાટોત્સવ ભકિતરસ માહોલમાં યોજાયો હતો. ભીડભંજન મહાદેવ મંદિરનો પાટોત્સવ પ્રસંગે સવારથી ભૂદેવોએ શિવલીંગ પર જલ, દૂધ અને બિલ્વપત્રનો અભિષેક વૈદિક મંત્રોચ્ચાર સાથે શરૂ કર્યો હતો તેમજ ઋદ્રાભિષેક સાથે ષોડશોપચાર પૂજન કરાયું હતું. ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત ભાવિકોએ ભજન, કિર્તનની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમની પૂર્ણાહુતિ વેળાએ કનોજીયા બ્રાહ્મણ સ્વ. લાલજીભાઇ મોરારજી જોશી પરીવાર દ્વારા તમામને ફરાળી ફુડ પેકેટનું વિતરણ કર્યુ હતું. અત્રે આવેલું હર્ષદ મંદિર પણ ખૂબ પ્રાચિન છે ત્યાં પણ પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. યજમાન ધુમનભાઇ પંડયાના યજમાન પદે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં માતાજીની પૂજા, ગણપતિ પૂજા, આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. કાર્યક્રમમાં પ્રહલાદભાઇ ભટ્ટ, દિનેશભાઇ જોશી, રમેશભાઇ અત્રી, દિપકભાઇ ભટ્ટ, મુનિકુમાર જોશી સહિતનાઓ ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી.

ભીડભંજન મહાદેવ તથા હર્ષદ માતાજીના મંદિરમાં પાટોત્સવ

અન્ય સમાચારો પણ છે...