તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamkhambhaliya
 • Bhanvad
 • ભાણવડના રણજીપરા વિસ્તારમાં ગટર સફાઇના મુદ્દે પ્રજાજનોનું અલ્ટિમેટમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાણવડના રણજીપરા વિસ્તારમાં ગટર સફાઇના મુદ્દે પ્રજાજનોનું અલ્ટિમેટમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાણવડમાંછેલ્લા ચાર માસથી સફાઇની કામગીરી મુદ્દે ગંભીર બેદરકારી વર્તાઇ રહી છે તેમજ રણજીતપરા વિસ્તારમાં ગટરની સફાઇ અંગે અનેકવાર રજૂઅાતો કરવા છતાં પરિણામ શૂન્ય આવતા સ્થાનિક પ્રજાજનો કાનૂની રાહ લેવા વિચારી રહ્યા છે.

શહેરમાં વિવિધ કારણોથી કામદારો ગેરહાજર રહેતા નગરની સફાઇ વ્યવસ્થા કથળી રહી છે. જ્યારે સફાઇ અવ્યવસ્થાનાં કારણે રોડ રસ્તા ઉપર કચરાનાં ઢગલા સાથે ગટરો છલકાવાનાં પ્રશ્નો અનેક જગ્યાએ સર્જાઇ રહયા છે. સાથે ગટરમાં જામેલા કચરાથી ગટરના પાણીનો નિકાલ અવરોધાઇ રહયો છે અને ગટરના પાણીથી ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ વધતા રોગચાળા ફેલાવાં અંગે સબંધિત તંત્રની જવાબદારી સામેલ થતી હોવા બાબતે સ્થાનિક રહેવાસીઓએ અલ્ટીમેટમ આપ્યું છે.

જો તુરંત ધ્યાન આપવામાં આવે તો રોગચાળો ફેલાવવાના કારણોસર તંત્રને કસુરવાર ગણાશે અને કાનુની રાહે પગલા લેવાનું અસરગ્રસ્તો વિચારી રહયા છે. જયારે સેનેટરી ઇન્સ્પેકટરે જણાવ્યું હતું કે, સફાઇ કામદારોની અછત તેમજ કામદારોની હાજરી નહીવત રહેતા સફાઇ અંગેના ચોકકસ વિસ્તારો રહી છે જયારે પુરુષ કામદારો સ્ત્રી કામદારોનાં પ્રમાણમાં ઓછા હોવાથી વધુ મહેનતવાળું ગટર સફાઇ કામ પેન્ડિંગ રહેવા પામતું હોય છે તેમ જણાવવામાં આવ્યું હતું.

કેટલાક સમયથી કામદારો ગેરહાજર રહેતા હોવાથી સર્જાતી સમસ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો