તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • Bhanvad
  • ભાણવડ નગરપાલિકાની સામાન્ય સભામાં ધરાર ઘૂસીને અસામાજિક તત્ત્વોએ હંગામો મચાવ્યો

ભાણવડ નગરપાલિકાની સામાન્ય સભામાં ધરાર ઘૂસીને અસામાજિક તત્ત્વોએ હંગામો મચાવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડ નગરપાલિકાની દ્રિતિય સામાન્ય સભા ગુરૂવારના રોજ પાલિકાના સભાખંડમાં મળી હતી.સભા દરમિયાન અસામાજીક તત્વોએ રજુઆત કરવાના બહાના હેઠળ હંગામો મચાવતા બહાર કાઢવામાં આવ્યા હતાં.

પાલિકાની સામાન્ય સભામાં શાશક સહિત વિરોધ પક્ષના ચુંટાયેલા કોર્પોરેટર સિવાઇ પ્રવેશબંધીનો પ્રમુખ સ્થાનેથી હુકમ કરાયો હતો.

છતા પણ સભાને અડચણરૂપ થવાના હેતુથી રજુઆત કરવાના બહાના હેઠળ સભામાં ધરાર ઘુસેલા અસામાજીક તત્વોએ હંગામો મચાવતા સભા બહાર કાઢવામાં આવ્યા હતાં.

ગુરૂવારના રોજ ભાણવડ નગરપાલિકાની દ્રિતિય સામાન્ય સભા પાલિકાના સભાખંડમાં મળી હતી. જેમાં પાલિકાના ચુંટાયેલા હોદ્દેદારો અને કોર્પોરેટરો અને વિરોધપક્ષના ચુંટાયેલા કોર્પોરેટરો સિવાય પ્રવેશબંધીનો હુકમ હોવા છતા સભામાં અસામાજીકતા ફેલાવવાની મંછા ધરાવતા અને રજુઆતના કરવાના બહાના હેઠળ સભામાં રવિ પરમાર નામનો શખ્સ ધરાર ઘુસ્યો હતો.અને પ્રમુખના ટેબલ પર હાથ પછાડીને પ્રમુખને અંગુલી નિર્દશ કરીને સરકારના પરિપત્ર બતાવવા તેમજ ધમકીભરી ભાષામાં મહિલા પ્રમુખ સામે અશોભનીય વર્તન કરતા સભાના વાતાવરણને તંગ બનાવ્યું હતું.

પરિણામે પાલિકાના પ્રમુખે નિયમનો ભંગ બદલ બહાર બેસવા જણાવ્યું હતું.અને ફરિયાદ લેખિતમાં કરવા જણાવ્યું હતું.

સભામાં કારોબારી બેઠકમાં શાસકોએ સભાખંડમાં સદસ્યની સાથે પ્રતિનિધિને બેસવા દેવાના મુદ્દે વિપક્ષી સદસ્યોએ વિરોધ પ્રદિર્શિત કરી સભાખંડમાંથી બહાર નિકળી જવા મજબુર બનવું પડ્યું હતું. જો કે,ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા તેમજ જિલ્લા મહામંત્રીએ મામલો થાણે પાડી સામાન્ય સભા શરૂ કરાવી હતી.અને માત્ર 15 મિનિટમાં શાસકોએ સામાન્યસભાનો વિટો વાળી લઇ પુર્ણ જાહેર કરી દિધી હતી.

અન્ય સમાચારો પણ છે...