તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાણવડમાં વીજચોરીથી પાલિકા પર રૂ.54 લાખનું બાકી લેણું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડ શહેરને અંધકારમાંથી ઝાકારો આપવા પાલિકા તંત્ર દ્વારા કરોડોના ખર્ચે શહેરભરમાં 2500 જેટલી સ્ટ્રીટ લાઇટ ઉપલબ્ધ કરવામાં આવી છે.પરંતુ શહેરીજનો દ્વારા પાલિકાના સ્ટ્રીટ લાઇટના વિજપોલમાંથી બેફામ ચોરી કરવામાં આવી રહી છે.પરિણામે પાલિકા તંત્રની મુશ્કેલીમાં વધારો થયો છે.અને વિજચોરીના કારણે હાલમાં સ્ટ્રીટ લાઇટનું પાલિકા પર 54 લાખના બિલનું બાકી લેણું બોલી રહ્યું છે.શહેરીજનો દ્વારા સ્ટ્રીટ લાઇટના વિજપોલમાંથી લંગરિયા નાખીને રીત્રિના ચોરી કરવામાં આવી રહી હોવાથી પાલિકા પર દર મહિને ખોટા બિલનું ભારણ પણ વધ્યું છે.

પાલિકા દ્વારા શહેરભરમાં 70 ટકા એલઇડી સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી છે.અને તેને દર મહિને મેન્ટનન્સ કામગીરી પણ કરવામાં આવી રહી છે.જ્યારે બાકી રહેતા વિસ્તારોમાં હજુ 700 જેટલી ટ્યુબ લાઇટ જુની પધ્ધતીથી જ કાર્યરત છે.પરંતુ મહત્વની બાબત એ છે કે,રાત્રિના પાલિકા તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટમાં પાવર સપ્લાઇ કરવામાં આવે ત્યારે શહેરીજનો દ્વારા લંગરિયા નાખીને તેમાંથી બેફામ વિજચોરી કરવામાં આવી રહી છે.જેના કારણે વપરાશ કરતા વધારે વિજબીલ આવી રહ્યું છે.

વિજચોરી થવાના કારણે પાલિકાના વપરાશ કરતા બિલ વધારે આવતા ચોરીની અનૈતિકતાનું ભારણ પાલિકા પર વધી રહ્યું છે.મહત્વનું છે કે,હાલમાં પાલિકા પાસે 54 લાખ રૂપિયાનું પીજીવીસીએલનું બાકી લેણું બોલી રહ્યું છે.વિજચોરી અટકાવવા માટે પાલિકા તંત્ર દ્વારા છુપું ચેકિંગ હાથ ધરીને સ્ટ્રીટ લાઇટમાં નાખેલા લંગરને કાપવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.છતા પણ વગ ધરાવતા લોકો દ્વારા વિજચોરો બંધ ન કરાતા પાલિકાને વધારે બિલ ભોગવવું પડી રહ્યું છે.અને સામાન્ય પ્રજા પર પણ ભારણ આવી રહ્યું છે.

વીજચોરી અટકાવવા પોલીસ ફરિયાદ કરાશે : પાલિકા પ્રમુખ
ભાણવડ પાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન સાગઠીયાએ જણાવ્યું હતું કે, વિજચોરી કરતા લોકોને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.અને ફરી પાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે જો હજુ પણ ગેરરિતી ચાલું હશે તો પોલીસ ફરિયાદની જોગવાઇ હાથ ધરવામાં આવશે.

વીજચોરીથી દોઢ લાખ સુધીનંુ વધુ બિલ
ભાણવડ પાલિકાના સ્ટ્રીટ લાઇટના વિજપોલમાંથી વ્યાપક ચોરી થઇ રહી છે. રાત્રિના સ્ટ્રીટ લાઇટમાં પાવર સપ્લાઇ કરવામાં આવતાની સાથે જ લંગરિયા નાખવામાં આવે છે. જેના કારણે દર મહિને 1.5 લાખનું વધારે બિલ પાલિકાને ભોગવવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...