તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાણવડમાં વીજચોરીથી કેટલાક વિસ્તારમાં સ્ટ્રીટલાઇટો બંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડ શહેરની મુખ્ય બજારોમાં પાલિકા તંત્ર દ્વારા 2500 જેટલી સ્ટ્રીટ લાઇટો મુકવામાં આવી છે.અને જેના માટે વિજપોલ મારફતે અલગ વિજળી પુરવાર કરવામાં આવે છે.પરંતુ શહેરીજનો દ્વારા સ્ટ્રીટ લાઇટના વિજપોલમાંથી લંગરિયા નાખીને વિજચોરી કરવામાં આવતી હોવાથી શહેરના કેટલાક વિસ્તારમાં અંધકાર છવાઇ જાય છે.સ્ટ્રીટ લાઇટના પાવર મિટરમાં લંગરિયાના લીધા લોડ વધી જતા સમગ્ર એરિયાની લાઇટો બંધ થઇ જવાની સમસ્યા સર્જાઇ રહી છે.

શહેરીજનો દ્વારા રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટના વિજપોલમાં લંગરિયા નાખીને વિજચોરી કરવામાં આવતી હોવાથી શહેરના કેટલાક વિસ્તારમાં અંધારપટ્ટ છવાઇ છે.તંત્ર દ્વારા હાલમાં શહેરમાં 70 ટકા સ્ટ્રીટલાઇટનું કામ પુર્ણ કરી દેવામાં આવ્યું છે.અને તેની દર મહિને મેન્ટનન્સ કામગીરી પણ કરવામાં આવી રહી છે.રાત્રિના સમયે તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટમાં પાવર સપ્લાઇ કરવામાં આવે ત્યારે શહેરીજનો દ્વારા લંગરિયા નાખીને વિજચોરી કરવામાં આવી રહી છે.પાલિકા દ્વારા ઇલેક્ટ્રોનીક સોફ્ટવેર સાથેની આધુનિક ટેકનોલોજી સાથેની એલઇડી લાઇટના નિર્માણ વ્યવસ્થાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.જેમાં એલઇડી લાઇટના અલગ અલગ વિસ્તારમાં મીટરમાં લોડશેડ નિર્ધારિત કરાયા છે.પરંતુ વીજચોરી થવાથી એલઇડી લાઇટ ટ્રેપ થઇ જાય છે.પરિણામે સમગ્ર વિસ્તારની સ્ટ્રીટ લાઇટ બંધ થઇ જાય છે.અત્રે ઉલ્લેખનીય છે કે,વિજચોરીના લીધે પાલિકા તંત્ર પર 54 લાખ રૂપિયાનું બાકી લેણું બોલી રહ્યું છે.

વીજચોરી અંગેનો સર્વે કરાઇ રહ્યો છે : પાલિકા પ્રમુખ
ભાણવડ નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન સાગઠીયાએ આ અંગેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્ટ્રીટ લાઇટના વિજપોલમાંથી વિજચોરી થઇ રહી છે. તે અંગેનો સર્વે કરવામાં આવી રહ્યો છે.અને ટુંક સમયમાં એવરેજ બિલ ફટકારીને પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

રવિવારના લોકદરબારમાં પણ આ મુદ્દો ઉછળ્યો હતો
અન્ય સમાચારો પણ છે...